Site icon

Heart Attack : સાંસદ ગોપાલ શેટ્ટીએ લોકસભામાં ઝીરો અવરમાં ઉઠાવ્યો હાર્ટ એટેક સંબંધિત મહત્વનો મુદ્દો, કેન્દ્ર અને રાજ્ય સરકારને કરી આ માંગ..

Heart Attack : સાંસદ ગોપાલ શેટ્ટી હાર્ટ એટેકના કારણે થયેલા મોતને લઈને ચિંતિત 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દર 6 મહિને હૃદયરોગની તપાસ કરાવવી ફરજિયાત બનાવવાની માંગ જેમને પોષાય તેમ નથી તેઓની કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી તેમના હૃદયના રોગોની તપાસ થાય તેવો સાંસદ શેટ્ટીએ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો.

MP Gopal Shetty raised an important issue related to heart attack in Lok Sabha at zero hour

MP Gopal Shetty raised an important issue related to heart attack in Lok Sabha at zero hour

News Continuous Bureau | Mumbai
Heart Attack :સંસદના ચોમાસું સત્રમાં શૂન્ય કલાક દરમિયાન, સાંસદ ગોપાલ શેટ્ટીજીએ હૃદય રોગ અથવા હૃદયની નિષ્ફળતાને કારણે મૃત્યુના આંકડા સાથે સૂચન રજૂ કર્યું.

સાં.શેટ્ટીએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે, કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા કરતાં કાર્ડિયાક અરેસ્ટને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ચિંતાનો વિષય છે. મુંબઈમાં છેલ્લા ૬ મહિનામાં કોરોનાને કારણે ૧૦ હજાર ૨૮૯ લોકોના મોત થયા છે જ્યારે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ૧૭ હજાર ૮૮૦ છે. સાં.ગોપાલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં હૃદય રોગના કેસોમાં ૭૫% વધારો થયો છે.

Join Our WhatsApp Community

સાં.ગોપાલ શેટ્ટીએ આંકડાઓ સાથે ગૃહમાં જણાવ્યું છે કે ભારતમાં ૨૦૨૦માં હૃદય રોગ અથવા હૃદયરોગના હુમલાને કારણે ૨૯૦૦૦ મૃત્યુ થયા છે, જેમાં ૪૫ વર્ષથી ઓછી ઉંમરના પુરુષો લગભગ ૮૫% છે.

આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah : પહેચાન કૌન: ફોટા માં દેખાતા આ સુંદર બાળક ના દેખાવને કારણે ગર્લફ્રેન્ડ પણ છોડી ને જતી રહી હતી, આજે તે છે બોલિવૂડનો દિગ્ગ્જ કલાકાર

ભારતમાં દર વર્ષે ૧૩ થી ૧૪ લાખ હૃદયરોગના દર્દીઓ જોવા મળે છે, જેમાંથી ૮% લોકો ૩૦ દિવસમાં મૃત્યુ પામે છે. આથી કેન્દ્ર સરકારના ચોમાસું સત્રના શૂન્ય કાળમાં સાંસદ ગોપાલ શેટ્ટીએ સૂચન કર્યું છે કે વ્યક્તિના જીવનની ૪૦ વર્ષની ઉંમર પછી દર ૬ મહિને તેના હૃદયની તપાસ કરાવવી જોઈએ અને જો નાગરિક ૪૦ વર્ષની ઉંમર પછી દર ૬ મહિને તેના હૃદયની તપાસ કરાવવામાં અસમર્થ હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેની તપાસ માટે યોગ્ય પગલાં લેવા માટે નિયમ બનાવવો જોઈએ.

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version