Site icon

મુંબઈગરાઓની ચિંતા વધી; મ્યુકરમાયકોસીસના કારણે 59 જણનાં મૃત્યુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોના દરમિયાન મ્યુકરમાયકોસીસ (બ્લૅક ફંગસ) મુંબઈ તેમ જ રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં આ મ્યુકરમાયકોસીસને કારણે કુલ 59 લોકોએ જીવ ગુમાવ્યા છે. એમાંથી 17 દર્દી મુંબઈના અને 42 દર્દીઓ મુંબઈ બહારના છે. પાલિકાની હૉસ્પિટલમાં 37 જણ મૃત્યુ પામ્યા છે, એમાંથી દસ દર્દીઓ મુંબઈના છે, તો બાકીના 27 દર્દીઓ મુંબઈ છે. ખાનગી હૉસ્પિટલમાં 22 જણનાં મૃત્યુ મ્યુકરમાયકોસીસને કારણે થતાં એમાંથી સાત મુંબઈના છે, તો 15 જણ મુંબઈ બહારના છે.

મ્યુકરમાયકોસીસના કુલ 497 દર્દીઓ પાલિકાની હૉસ્પિટલમાં છે, એમાંથી 150 દર્દીઓ મુંબઈના છે. છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારના દર્દીઓનું દાખલ થવાનું પ્રમાણ ઘટ્યું છે, પણ અટક્યું નથી. જોકે દવાઓ હજી  સરળતાથી મળતી નથી.   

તો શું 2022માં થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ જશે? જાણો વધુ વિગત

મળતી માહિતી પ્રમાણે ખાનગી અને સાર્વજનિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થનારા દર્દીઓમાંથી 42 જણને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની સંખ્યા 357 જેટલી છે એમાંથી મુંબઈના 111 છે તો 246 દર્દીઓ મુંબઈ બહારના છે.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version