News Continuous Bureau | Mumbai
Mukesh Death Anniversary: બોલીવુડનાં સદાબહાર ગાયક સ્વ. શ્રી મુકેશચંદ્ર માથુર અર્થાત મુકેશની ૪૮ મી પૂણ્યતિથી નિમીતે ૨૭ મી ઓગસ્ટે મલબાર હિલ વિસ્તારનાં નેપિયન્સી રોડ ખાતે મુકેશ ચોકનું સ્થાનિક વિધાનસભ્ય અને રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય ગાયક મુકેશની યાદમાં બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ડી વિભાગ દ્વારા નેપિયન સી રોડ વિસ્તારમાં લક્ષ્મીબાઈ જગમોહનદાસ માર્ગ પર મુકેશ યોકનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. આ સાથે મુકેશની યાદમાં ત્યાં એક તકતી પણ મુકવામાં આવી છે.
A Tribute to Eternal Melodies
Today, I inaugurated the beautifully renovated Mukesh Chowk on Lakshmibai Jagmohandas Marg in the Nepean Sea Road area.
Mukesh Ji’s son, singer Nitin Mukesh Ji, his grandson, actor @NeilNMukesh their family and @DrManjuLodha ji were present on the… pic.twitter.com/Ff2YBCZGOu
— Mangal Prabhat Lodha (@MPLodha) August 27, 2024
મંગલ પ્રભાત લોઢા દ્વારા સ્થાનિક વિધાનસભ્ય તરીકે આ ચોકને સુંદર બનાવવાનો ખ્યાલ રજુ કરવામાં આવ્યો હતો. ગાયક મુકેશે ઘણા અવિસ્મરણીય ગીતો આપ્યા છે. સંગીત ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ રૂપે ચોકનું ઉદ્ઘાટન કર્યા બાદ એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુકેશના પુત્ર અને પ્રખ્યાત ગાયક નીતિન મુકેશ. પૌત્ર અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નીલ નીતિન મુકેશ, તેમનો પરિવાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “મુકેશના ગીતો જીવનના દરેક પ્રસંગમાં આપણી સાથે હોય તેવું લાગે છે.
આ સમાચાર પણ વાંચો: Private FM Radio:મોદી કેબિનેટે આટલા નવા શહેરો/નગરોને ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી આપી, નવી રોજગારીની તકોનું થશે સર્જન..
મુકેશનો સ્વર ભૌગોલિક મર્યાદાઓથી આગળ વધીને દરેક વ્યક્તિના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આજે તેના સન્માનનો આ અમારો નમ્ર પ્રયાસ છે. બોલીવુડમાં તેમના યોગદાન માટે, અને આજના આ કાર્યક્રમ માટે તેમના પરિવારે જે સહકાર આપ્યો છે તેમનો હું આભારી છું!” મુકેશના પરિવારે પણ લગભગ ૨૫ ફૂટ લાંબું અને ૧૨ ફૂટ ઊંચું ગ્લો સાઈન બોર્ડ બનાવીને સહયોગ આપ્યો છે. આ ગ્લો સાઈન બોર્ડ બનાવતી વખતે મુકેશનું નામ કલાત્મક અને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે, અને તેમના દ્વારા ગાયેલા અસંખ્ય ગીતો પૈકીની એક જાણીતી પંક્તિ જગ મેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ…’ પણ આ ગ્લો સાઈન બોર્ડ પર અંકિત કરવામાં આવી છે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
