ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે મુંબઈ શહેરને પાણી પૂરું પાડનાર પીસે બંધ અને પંપીંગ સ્ટેશન પાસે દુરુસ્તી કરણ નું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ 17 મેના દિવસે શરૂ થશે અને 21 તારીખ સુધી ચાલશે. આમ કુલ પાંચ દિવસ માટે મુંબઈ શહેરમાં ૧૦ ટકા પાણી કપાત લાદવામાં આવ્યો છે.
લોકડાઉન નું જે થવાનું હોય તે થાય પણ લોકલ, મેટ્રો અને મોનોરેલ માં લોકોને મુસાફરી નહીં જ કરવા મળે.
મહાનગર પાલિકા એ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ પાણી સંભાળીને વાપરે.
