મુંબઈ શહેરમાં ટેક્સી અને રીક્ષામાં સફર કરનારાઓના જીવનને ખતરો. આટલા બધા ચાલકો લગભગ આંધળા છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 ફેબ્રુઆરી 2021

મુંબઈ ટ્રાફિક પોલીસે ગત મહિને મુંબઈ શહેરમાં રીક્ષા અને ટેક્સી ચલાવનાર વાહનચાલકો ના આંખો નું ટેસ્ટિંગ શરુ કર્યું. તેમણે તમામ રીક્ષા અને ટેક્સી ચાલકો ના ફૂલ હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય કર્યો. આ ચેકઅપમાં અંદાજે 52 હજાર ડ્રાઈવરોએ હાજરી પુરાવી. આ 52,000 માંથી 17000 ચાલકો એવા નીકળ્યા કે જેમની આંખો અત્યંત કમજોર છે. એટલે કે આ તમામ લોકો પોતાની આંખોથી ઓછું જોઈ શકે છે અથવા તેઓ ને ચશ્મા છે અથવા તેઓ રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે અંતર, ગતિ, ઝડપ ઇત્યાદિ જેવી મહત્વપૂર્ણ પરિમાણો ને પૂરી રીતે તેમજ યોગ્ય રીતે સમજવા માટે અસક્ષમ છે.

આ એક ગંભીર ભૂલ કહેવાય. આવા પ્રકારના ડ્રાઇવરોને કારણે મુંબઈ શહેર નિવાસીઓના જીવન જોખમમાં આવે છે.ટ્રાફિક પોલીસ દ્વારા ૨૮ જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી ની વચ્ચે રસ્તા સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે દરમિયાન આ વાત નજરમાં આવી.

Exit mobile version