ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે વાયરસથી પ્રભાવિત બાળકોના વધુ કેસ આવી રહ્યા છે.
ચેમ્બુર વિસ્તારમાં આવેલા માનખુર્દ ચિલ્ડ્રન હોમના 18 બાળકો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. તેમની ઉંમર 9 થી 17 વર્ષ છે.
ચિલ્ડ્રન હોમના કોરોના પોઝિટિવ બાળકોને વાશી નાકાના આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
ચિલ્ડ્રન હોમના 102 બાળકોની કોરોના તપાસ કરવામાં આવી. રિપોર્ટ મળ્યા બાદ 18 બાળકો પોઝિટિવ મળ્યા છે.
નોંધનીય છે કે ગયા વર્ષે પણ માનખુર્દ ચિલ્ડ્રન હોમમાં 30 બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.