ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ કથિત બેદરકારી બદલ નાયર હોસ્પિટલના તબીબો સામે કડક કાર્યવાહી કરી છે.
બીએમસીએ સારવાર આપવામાં કથિત બેદરકારી બદલ નાયર હોસ્પિટલના બે ડોક્ટરો સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
સાથે જ સિવિલ એડમિનિસ્ટ્રેશને આ ઘટનાની તપાસ કરવા માટે ચાર ડૉક્ટરોની એક બાહ્ય સમિતિની પણ નિમણૂક કરી છે.
આ ઉપરાંત શિવસેનાના નેતા વિશાખા રાઉતે બેદરકારી અંગે નારાજગી વ્યક્ત કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
તેમણે કહ્યું કે આ ડોકટરો અને નર્સોને માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ તેમને પાલિકાની સેવામાંથી કાયમી ધોરણે દૂર કરવામાં આવે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે
ગત મંગળવારે વરલીમાં સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મહિનાના બાળક સહિત ચાર લોકો દાઝી ગયા હતા. તેઓને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે મોડી રાત્રે શિશુ મંગેશ પુરીનું મૃત્યુ થયું હતું.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોવા મળે છે કે જ્યારે ઘાયલોએ મદદ માંગી હતી, ત્યારે કોઈ હોસ્પિટલ સ્ટાફ તેમની મદદે આવ્યો ન હતો.