Site icon News Continuous Bureau | Mumbai

નાયર હોસ્પિટલમાં સારવારમાં વિલંબના કારણે ચાર મહિનાના બાળકનું નિપજ્યું મોત, મુંબઈ મહાનગરપાલિકાએ તબીબો સામે લીધા આ કડક પગલાં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

મુંબઈ મહાનગરપાલિકાએ કથિત બેદરકારી બદલ નાયર હોસ્પિટલના તબીબો સામે કડક કાર્યવાહી કરી છે.

બીએમસીએ સારવાર આપવામાં કથિત બેદરકારી બદલ નાયર હોસ્પિટલના બે ડોક્ટરો સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 

સાથે જ સિવિલ એડમિનિસ્ટ્રેશને આ ઘટનાની તપાસ કરવા માટે ચાર ડૉક્ટરોની એક બાહ્ય સમિતિની પણ નિમણૂક કરી છે. 

આ ઉપરાંત શિવસેનાના નેતા વિશાખા રાઉતે બેદરકારી અંગે નારાજગી વ્યક્ત કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

તેમણે કહ્યું કે આ ડોકટરો અને નર્સોને માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ તેમને પાલિકાની સેવામાંથી કાયમી ધોરણે દૂર કરવામાં આવે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે

ગત મંગળવારે વરલીમાં સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મહિનાના બાળક સહિત ચાર લોકો દાઝી ગયા હતા. તેઓને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે મોડી રાત્રે શિશુ મંગેશ પુરીનું મૃત્યુ થયું હતું. 

આ  દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોવા મળે છે કે જ્યારે ઘાયલોએ મદદ માંગી હતી, ત્યારે કોઈ હોસ્પિટલ સ્ટાફ તેમની મદદે આવ્યો ન હતો.

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર, હાઈ રિસ્ક દેશમાંથી આવેલા 9 પ્રવાસીઓમાંથી આટલા કોરોનાના નવા વરિયન્ટથી સંક્રમિત નથી; જાણો વિગતે

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version