ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
19 જાન્યુઆરી 2021
મુંબઈ શહેરના કુર્લા વિસ્તારમાં 19 અને 20 તારીખ ના રોજ ૨૦ કલાક સુધી પાણી નહીં આપવામાં આવે. વોર્ડ ક્રમાંક 156, ૧૬૧, 162 અને 164 માં પાણી પુરવઠો રોકવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં પાણીની લાઇન નું રિપેરીંગ કામ હાથ ધર્યું હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.