ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021.
સોમવાર
મહારાષ્ટ્રમાં ઘટતા કોરોના કેસ વચ્ચે, મુંબઈને અડીને આવેલી કલ્યાણની જેલમાં ઘણા કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કલ્યાણની આધારવાડી જેલના લગભગ 20 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા છે
આ તમામ કેદીઓને સારવાર માટે થાણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોનાની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, બહારથી આવેલા કેદીઓને જેલના કેદીઓથી અલગ રાખવામાં આવ્યા છે.
