ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં 35 એવી હોસ્પિટલ છે જેમાં કોરોના નો ઈલાજ થાય છે. આ મોટી હોસ્પિટલ છે અને અહીં ઘણી મોટી સંખ્યામાં કોરોના ના દર્દીઓ ભરતી થાય છે. એવી ફરિયાદ ઘણી વખત સામે આવી છે કે આ હોસ્પિટલોમાં દર્દીઓ પાસે વધુ પૈસા લેવામાં આવે છે. હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા મુંબઈ મહાનગરપાલિકાએ ૭૦ જેટલા ઓડીટર્સ ની નિમણૂક કરી છે. આ ઓડીટર એ તપાસ કરશે એ કોરોના ના દર્દીઓ પાસેથી કેટલા રૂપિયા લેવાય છે. તેમજ તે પૈસા લેવામાં કોઈ પ્રકારની ગેરરીતિ તો નથી ને. પાલિકાના આ પગલાને કારણે દર્દીઓને ઘણી રાહત મળશે જેમની પાસે થી મનમરજી મુજબ પૈસા વસૂલવામાં આવે છે.
અધધ !! દેશમાં પેન્ડિંગ કેસની સંખ્યા આટલી વધી ગયી ? જાણો વિગત ..