જૂન મહિનામાં મુંબઈ શહેરની કોરોનાની સ્થિતિ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર જેવી રહી હતી, જેમાં પ્રથમ લહેરની પરાકાષ્ઠા બાદ કેસ ઘટવા માંડ્યા હતા.
જૂનમાં કોરોનાના કેસ 50,000થી ઘટીને 20,290 થયા, પણ મૃત્યુઆંક 519 સાથે ઊંચો રહ્યો હતો.
જોકે મે મહિનામાં 54 હજારથી વધુ કેસ અને 1,656 મોત નોંધાયાં હતાં.
28 જૂન સુધીમાં શહેરમાં 8.1 લાખ આરટી-પીસીઆર અને રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ હાથ ધરાઈ હતી. આ ગાળામાં ટીપીઆર 2.5 ટકા રહ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો છે.
મેમાં શહેરમાં 8.34 લાખ ટેસ્ટ હાથ ધરાઈ હતી અને ટીપીઆર 6.5 ટકા હતો.
દિલીપકુમાર કુમાર બાદ હવે બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર થયા હોસ્પિટલમાં એડમિટ
