Site icon

Mumbai Air Pollution : ગુનો કરે બિલ્ડર અને દંડ ભોગવે ઝવેરી.. જાણો વિગતે અહીં..

Mumbai Air Pollution : મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. આ જ અનુસંધાનમાં અનેક જગ્યાએ ચાલી રહેલાં બાંધકામ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રદૂષણને રોકવા અંગે શહેરના સી વિભાગના શહેરી વિસ્તારમાં આવેલી સોના-ચાંદી પીગાળવવાની ચાર ભઠ્ઠીઓને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Mumbai Air Pollution A builder commits a crime and a jeweler gets fined.. Know details here..

Mumbai Air Pollution A builder commits a crime and a jeweler gets fined.. Know details here..

News Continuous Bureau | Mumbai

Mumbai Air Pollution : મુંબઈમાં વધતાં પ્રદૂષણને નિયંત્રમાં લાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC ) દ્વારા વિવિધ ઉપાયયોજના હાથ ધરવામાં આવી રહી છે અને તેમ છતાં મુંબઈમાં હવાની ગુણવત્તા ( air quality ) દિવસે દિવસે કથળી રહી છે. આ જ અનુસંધાનમાં અનેક જગ્યાએ ચાલી રહેલાં બાંધકામ ( Construction ) પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રદૂષણને રોકવા અંગે શહેરના સી વિભાગના શહેરી વિસ્તારમાં આવેલી સોના-ચાંદી પીગાળવવાની ચાર ભઠ્ઠીઓને ( jewellers  ) બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભઠ્ઠીઓને લીધે વાયુ પ્રદૂષણ થતું હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( Eknath Shinde ) મહાપાલિકા પ્રશાસનને મુંબઈ અને ઉપનગરોમાં હવાનું પ્રદૂષણ રોકવા ધૂળને નિયંત્રિત કરવા ઉપાયો કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાના 24 વહીવટી વિભાગોમાં હવાનું પ્રદૂષણ રોકવા અનેક કાયદા અને યોજના બનાવવામાં આવી રહી છે. ખરાબ હવાને લીધે આરોગ્ય માટે હાનિકારક હોવાનું ધ્યાનમાં લઈને મહાપાલિકા પ્રશાસને હવામાં વધતાં પ્રદૂષણ માટે જવાબદાર વ્યક્તિઓ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહાપાલિકાના સી વિભાગ ઓફિસ હેઠળના બિલ્ડિંગ અને કારખાના વિભાગે શહેરી વિસ્તારોમાં સોના અને ચાંદીની પીગળવવાની ભઠ્ઠીઓ (ગલાઈ ઉદ્યોગ) પર કડક કાર્યવાહી કરી હતી. છ નવેમ્બરના રોજ શહેરના સી વિભાગમાં ધનજી માર્ગ અને મિઝા માર્ગ ખાતેના સોના અને ચાંદીના ભઠ્ઠીઓ પરની ચાર ચીમનીને બંધ કરવી કારખાનાના વેપારીઓ અને મજદૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હવે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Demat Accounts: દેશમાં સતત વધી રહી છે ડીમેટ ખાતાઓની સંખ્યા, આંકડો 13.2 કરોડ સુધી પહોંચ્યો, જાણો શું છે કારણ?

હાલ મુંબઈમાં છ હજાર કરતા વધુ બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે…

તો બીજી તરફ ચાર દિવસમાં મુંબઈની હવાની ગુણવત્તા સુધારો અન્યથા પ્રોજેક્ટો જ બંધ કરી દેવામાં આવશે અને નાગરિકોના જીવ કરતા વિકાસ કાર્યો મહત્ત્વના ન હોઈ શકે એમ કડક શબ્દોમાં હાઇ કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને ખખડાવી નાખ્યા હતા.

તેમ છતાં હાલ મુંબઈમાં છ હજાર કરતા વધુ બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ સિવાય મુંબઈ મહાનગરપાલિકાના પણ અનેક પ્રકલ્પ કાર્યરત છે. તેથી મહાપાલિકાના આ આદેશથી એવુ નજરે ચડે કે, એક તરફ આખા મુંબઈમાં આડેધડ કામકાજ ચાલુ છે મેટ્રો ટ્રેનને કારણે ઝાડ કાપી નાખવામાં આવી રહ્યા છે અને હવે વાંક ઝવેરીઓનો કાઢવામાં આવી રહ્યો છે.

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version