Site icon

મુંબઈની હવા દિલ્હી કરતાં વધુ ઝેરી? ખતરનાક સ્તરે પહોંચી ગયું પ્રદૂષણ.. હવામાન વિભાગે આ લોકોને ખાસ કાળજી રાખવાની આપી સલાહ

Mumbai: Unseasonal rains improve citys air quality to satisfactory levels

હાશ.. મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી, આ કારણે શહેરમાં ઘટ્યું વાયુ પ્રદૂષણ..

News Continuous Bureau | Mumbai

છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત ઉપનગરોમાં હવાની ગુણવત્તા મોટા પ્રમાણમાં ખરાબ થઈ છે. હવાનું વધતું પ્રદુષણ અત્યારે મુંબઈગરાઓ માટે ચિંતાનું કારણ બન્યું છે. હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરોની હવાની ગુણવત્તા વિશે માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે સોમવારે મુંબઈમાં હવાનું સ્તર ઘણું નીચું છે. મુંબઈમાં હવાનું પ્રદૂષણ 256 AQI જેટલું ઊંચું નોંધાયું છે. નવી મુંબઈની હવા મુંબઈ કરતાં વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. નવી મુંબઈમાં 332 AQI પ્રદૂષિત હવા નોંધાઈ છે. 0-100નો AQI હોય તો હવાની ગુણવત્તા સારી કહેવાય, 100-200 હોય તો મધ્યમ કહેવાય, 200-300 હોય તો ખરાબ કહેવાય, 300-400 હોય તો અત્યંત ખરાબ કહેવાય અને 400-500 કે તેનાથી વધારે હોય તો ગંભીર કહેવાય.

Join Our WhatsApp Community

આ વિસ્તારમાં વાહનોના ધુમાડા, ફેક્ટરીઓના કારણે ગુણવત્તામાં ઘટાડો થયો હોવાની માહિતી મળી રહી છે. ચેમ્બુરમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે અને કોલાબામાં પણ હવાની ગુણવત્તા ગંભીર રીતે બગડી છે. તેથી હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : હું ઉદ્ધવ ઠાકરેના કેસમાં નહીં પડું; શરદ પવારની પ્રતિક્રિયાએ ચર્ચા જગાવી..  

મુંબઈની હવા ખરાબથી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, તેથી શ્વાસની તકલીફ ધરાવતા નાગરિકોએ ખાસ કાળજી લેવી જોઈએ. મુંબઈમાં હવાની ગુણવત્તા બગડવાની સાથે વૃદ્ધોની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. મોર્નિંગ વોક માટે જતા લોકોએ ખાસ કાળજી લેવાની જરૂર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Worli Sea Link Accident: Coastal Road–BKC Connector પર કારની ટક્કરે બે પોલીસકર્મીઓને ભોગ બનવા પડ્યા
Kandivali Murder: પોલીસની હાજરીમાં થયેલી હત્યાથી લોકોમાં ઉગ્ર રોષ
Exit mobile version