News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત મુલાકાત પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ધમકી આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામે આપવામાં આવી છે. આ ધમકી બાદથી મુંબઈ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે મોડી રાત્રે એક વ્યક્તિએ મુંબઈ એરપોર્ટ પર ફોન કરીને એરપોર્ટને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે પોતાની ઓળખ ઈરફાન અહેમદ શેખ તરીકે આપી હતી અને તે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો. ફોન પર ધમકી આપ્યા બાદ તે કોડવર્ડમાં વાત કરતો હતો. આ પછી એરપોર્ટ સ્ટાફે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી છે. આ ધમકીની ફરિયાદ મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 505(1) હેઠળ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો :ભારતના નકશા પર પગ મુકવા પર અક્ષય કુમાર થયો ટ્રોલ, નેટીઝ્ન્સે સંભળાવી ખરી ખોટી
વડાપ્રધાનની મુલાકાત
ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ આ ધમકીને ગંભીરતાથી લઈ રહી છે.
