Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા મુંબઈ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, વ્યક્તિએ કોડવર્ડમાં કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત મુલાકાત પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ  એરપોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ધમકી આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામે આપવામાં આવી છે. આ ધમકી બાદથી મુંબઈ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 Mumbai airport gets threat call from Indian Mujahideen, agencies on high alert

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા મુંબઈ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, વ્યક્તિએ કોડવર્ડમાં કરી વાત

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત મુલાકાત પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ  એરપોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ધમકી આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામે આપવામાં આવી છે. આ ધમકી બાદથી મુંબઈ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Join Our WhatsApp Channel

પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે મોડી રાત્રે એક વ્યક્તિએ મુંબઈ એરપોર્ટ પર ફોન કરીને એરપોર્ટને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે પોતાની ઓળખ ઈરફાન અહેમદ શેખ તરીકે આપી હતી અને તે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો. ફોન પર ધમકી આપ્યા બાદ તે કોડવર્ડમાં વાત કરતો હતો. આ પછી એરપોર્ટ સ્ટાફે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી છે. આ ધમકીની ફરિયાદ મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 505(1) હેઠળ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર પણ વાંચો :ભારતના નકશા પર પગ મુકવા પર અક્ષય કુમાર થયો ટ્રોલ, નેટીઝ્ન્સે સંભળાવી ખરી ખોટી

વડાપ્રધાનની મુલાકાત

ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ આ ધમકીને ગંભીરતાથી લઈ રહી છે.

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version