Site icon

Mumbai Airport : સોનાની તસ્કરીનો નવો માર્ગ, દુબઇથી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી આ રીતે લવાયું ગોલ્ડ; જુઓ વિડિયો

Mumbai Airport : આરોપી પેસેન્જરે બટરના પેકેટની અંદર અને રૂમાલની અંદર સોનાના વાયરના ટુકડા ખૂબ જ ચાલાકીથી છુપાવ્યા હતા. આ ઉપરાંત તેણે અંડરગારમેન્ટની અંદર સોનાના વાયરો છુપાવી દીધા હતા..

Mumbai Airport Passenger from Dubai smuggles gold in butter packets, caught at Mumbai Airport

News Continuous Bureau | Mumbai 

Mumbai Airport :  ભારત ( India ) માં સોનાની દાણચોરી ( Gold smuggling ) ના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. લોકો ગુપ્ત રીતે વિદેશમાંથી કિંમતી સોનું સસ્તા ભાવે લાવે છે અને પછી ભારતમાં તેનું બ્લેક માર્કેટ કરે છે. આને રોકવા માટે કસ્ટમ વિભાગ ( Custom department ) ના અધિકારીઓ તપાસ માટે એરપોર્ટ પર હાજર છે.  

Join Our WhatsApp Community

દાણચોરો સોનું, જ્વેલરી કે ડ્રગ્સ ( Drugs ) છુપાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવે છે. આવા અનેક લોકો એરપોર્ટ પર અવારનવાર પકડાય છે. આવી જ એક ઘટનામાં દુબઈથી છુપાઈને સોનું લાવનાર મુસાફરને મુંબઈ એરપોર્ટ ( Mumbai Airport ) પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો હતો. મુસાફર પાસેથી સોનું ( Gold ) અને 2 આઈફોન ( Iphone ) મળી આવ્યા છે.

પ્રવાસીએ સોનું ક્યાં છુપાવ્યું હતું?

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આરોપી પેસેન્જરે બટરના પેકેટ ( Butter packet ) ની અંદર અને રૂમાલ ( towel ) ની અંદર સોનાના વાયર ( Gold wire ) ના ટુકડા ખૂબ જ ચાલાકીથી છુપાવ્યા હતા. આ ઉપરાંત તેણે અંડરગારમેન્ટ ( Underweare ) ની અંદર સોનાના વાયરો એવી રીતે છુપાવી દીધા હતા કે તેને પકડવો મુશ્કેલ જણાતો હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે વ્યક્તિને પકડી લીધો હતો.

જુઓ વિડીયો 

મીડિયા રિપોર્ટ અનુસાર દુબઈથી પરત ફરેલા ભારતીય નાગરિક ( Indian citizen ) ને એરપોર્ટ પર તપાસ માટે રોકવામાં આવ્યો હતો. તેની પાસેથી 5 24 કેરેટ સોનાના દાગીના, 3 રોડિયમ પ્લેટેડ સિક્કા, સોનાના વાયર (કુલ વજન 215.00 ગ્રામ) અને 2 આઇફોન (પ્રો 128 જીબી) મળી આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Maharashtra politics : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે, લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થઈ શકે છે ચર્ચા.

હાલ પોલીસ ટીમ દ્વારા આરોપી મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version