Site icon

હવાઈ યાત્રી કૃપયા ધ્યાન દે- મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવતીકાલે આટલા કલાક માટે રહેશે બંધ

Mumbai airports advisory to passengers Arrive at least hrs early

હવાઈ યાત્રી કૃપયા ધ્યાન દે.. મુસાફરોને હવે ફ્લાઇટના સમયથી આટલા કલાક પહેલા મુંબઈ એરપોર્ટ પર પહોંચવું પડશે.. એરપોર્ટ ઓથોરિટીએ જારી કરી એડવાઇઝરી…

News Continuous Bureau | Mumbai

જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર આવતીકાલે 6 કલાક માટે હવાઈ મુસાફરી બંધ(Closed) રહેશે. ચોમાસા બાદ વિવિધ કામો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji Maharaj International Airport)ના 14/32 અને 9/27 રનવે 18 ઓક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ 18 ઓક્ટોબરે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ(maintenance) માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, રનવેની બંને બાજુની લાઇટ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ(Aeronautical Ground Light) બદલવામાં આવશે. આ સમારકામ બાદ સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ માટે રનવે ખોલવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પ્રશાસને (Mumbai Airport Authority) આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  WWE પાર્ટ – 2- રોયલ રમ્બલ જેવી ફાઇટ- એ પણ મહિલાઓ વચ્ચે- જુઓ વાયરલ વિડીયો

મહત્વનું છે કે  અગાઉ પણ આ રનવે 10 મેના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. આ રનવે પરથી દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ ટેક ઓફ કરે છે.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version