કોરોના મહામારીને કારણે બંધ થયેલ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1ની સેવાઓ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે.
આગામી 10 માર્ચથી, તેને ઘરેલું ફ્લાઇટ્સ માટે ફરીથી ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પછી, ટર્મિનલ -1 થી ફરીથી એરલાઇન શરૂ થવા જઈ રહી છે.
અત્યાર સુધીની તમામ ફ્લાઇટ્સનું સંચાલન ટર્મિનલ -2 થી કરવામાં આવતું હતું.