Site icon

મુંબઈગરાઓ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં તમામ લોકલ ટ્રેનોને હાર્બર લાઇન પર અંધેરીથી ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે;  જાણો મધ્ય રેલવેની યોજના

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર. 

કોરોના નિયંત્રણો હળવા કર્યા બાદ મુંબઈ લોકલ ટ્રેન સેવા હવે લગભગ 100 ટકા ક્ષમતા સાથે ચાલી રહી છે. આ દરમિયાન મધ્ય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. જો બધુ યોજના મુજબ ચાલ્યું તો ડિસેમ્બરથી મધ્ય રેલવે તેની અંધેરીથી ગોરેગાંવ સુધીની ટ્રેનોમાં વધારો કરશે. એક અહેવાલ મુજબ, મધ્ય રેલવેએ તેની તમામ CSMT-અંધેરી અને પનવેલ-અંધેરી સેવાઓને ગોરેગાંવ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ રીતે, વધુ મુસાફરો હાર્બર લાઇનથી મુસાફરી કરી શકશે અને ગોરેગાંવ જતા મુસાફરોએ ટ્રેન બદલવી પડશે નહીં.

હાલમાં CSMT અને ગોરેગાંવ વચ્ચે લગભગ 42 સેવાઓ અને પનવેલ અને ગોરેગાંવ વચ્ચે લગભગ 18 સેવાઓ છે. અહેવાલમાં એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “અમે એક નવા સમયપત્રક પર કામ કરી રહ્યા છીએ જે મુજબ CSMT અને અંધેરી વચ્ચે ચાલતી વર્તમાન 22 જોડી સેવાઓને ડિસેમ્બરથી ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે. એ જ રીતે, પનવેલ અને અંધેરી વચ્ચે ચાલતી વધુ 9 જોડી સેવાઓનું પણ વિસ્તરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ રેલ્વે માર્ગ પર અંધેરીને બદલે ગોરેગાંવથી તમામ હાર્બર સેવાઓ ચલાવવાથી વધારાનો ઓપરેશનલ ફાયદો થશે. અગાઉ અંધેરી ખાતે હાર્બર લાઇન પર એક ટર્મિનેટીંગ પ્લેટફોર્મ હતું જેનાથી આગળ ટ્રેનો દોડતી ન હતી. હવે લાઇન લંબાવવામાં આવી હોવાથી તેને લંબાવી શકાશે જેનાથી આ રૂટના મુસાફરોને રાહત થશે. 

મુંબઈગરાનો રેલવે પ્રવાસ થશે વધુ સુવિધાજનક: નવો ફૂટઓવર બ્રિજથી લઈને એસી વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ ખુલ્લી મુકાઈ, જાણો વિગત.
 

મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) એ હવે હાર્બર લાઇનને બોરીવલી સુધી લંબાવવાની યોજના બનાવી છે. થોડા અઠવાડિયામાં ટેન્ડરો બહાર પાડવામાં આવે તેવી શક્યતા હોવાથી કામ ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે.

બોરીવલી સુધી હાર્બર લાઇનના વિસ્તરણનું આયોજન મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 3A હેઠળ રૂ. 825. 6 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ WR દ્વારા ચલાવવામાં આવશે અને સમગ્ર કોરિડોર હાલના ટ્રેકની પશ્ચિમ બાજુએ આવશે. સૂચિત હાર્બર લાઇન એક્સટેન્શન પર મલાડ સ્ટેશન એલિવેટેડ લેવલ પર હશે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version