Site icon

Mumbai: ટ્રક ચાલકોની હડતાળની અસર.. મુંબઈના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં થયો ધરખમ ઘટાડો..

Mumbai: ટ્રક ડ્રાઈવરોની હડતાળને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં શાકભાજી અને અન્ય મસાલા ઉત્પાદનોનો સપ્લાયનો અભાવ વર્તાતા વાશીના જથ્થાબંધ APMC માર્કેટ પર તેની પ્રતિકૂળ અસર પડી હતી..

Mumbai Amidst the strike of truck drivers, the income of vegetables in APMC market has drastically decreased by such a percentage

Mumbai Amidst the strike of truck drivers, the income of vegetables in APMC market has drastically decreased by such a percentage

News Continuous Bureau | Mumbai

Mumbai: હિટ-એન્ડ-રન કેસ ( hit-and-run case ) પરના નવા, વધુ કડક કાયદાના વિરોધમાં બોલાવવામાં આવેલી ટ્રક ડ્રાઈવરોની ( Truck drivers)  હડતાળને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ( Mumbai Metropolitan Region ) શાકભાજી અને અન્ય મસાલા ઉત્પાદનોનો સપ્લાયનો ( vegetables Supply ) અભાવ વર્તાતા વાશીના જથ્થાબંધ APMC માર્કેટ ( APMC Market ) પર તેની પ્રતિકૂળ અસર પડી હતી. જેમાં શાકભાજીના આવકમાં ( vegetable earnings ) 70% જેટલો ઘટાડો થયો હતો.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ટ્રક ચાલકો દ્વારા હડતાળ સોમવારે શરુ થઈ હતી, પરંતુ સવારે શાકભાજી લઈ જતા ટ્રકો આવતાં બજારના પુરવઠા પર તેની થોડી જ અસર થઈ હતી. જો કે, મંગળવારે શાકભાજીના ટ્રકો બજારમાં ન પ્રવેશતા શાકભાજી પુરવઠાનો અભાવ વર્તાયો હતો, કારણ કે ઘણા વાહનોએ હાઈવેને ચક્કાજામ કરી રાખ્યો હતો. જેથી રસ્તાઓ ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી. આમાં ખાસ કરીને શાકભાજી અને ફ્રુટ માર્કેટના ટ્રકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

સામાન્ય રીતે વેપારીઓ પાસે તેમના વેરહાઉસમાં પૂરતો સ્ટોક હોય છે….

પ્રાપ્ત માહિતી મુજબ, અનાજ, મસાલા અને ડ્રાયફ્રૂટ્સનું વેચાણ કરતા બજારો પર આ હડતાળની અસર થોડી ધીમી પડી હતી. આ અંગે ભૂતપૂર્વ APMC ડિરેક્ટર અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, આ હડતાળથી શાકભાજી તેમજ અન્ય વસ્તુઓની કિંમત પર તાત્કાલિક કોઈ અસર થશે નહીં. MMR પ્રદેશમાં 10 દિવસ સુધીની લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે, સામાન્ય રીતે વેપારીઓ પાસે તેમના વેરહાઉસમાં પૂરતો સ્ટોક હોય છે. તેથી કોઈ ચિંતાનો વિષય નથી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: બોરીવલીમાં ફેરીયાઓ કરે છે ડ્રગ્સનોં ધંધો? બે પકડાયા સાથે દોઢ કરોડનું ડ્રગ્સ. જાણો આખો મામલો.

રિટેલ માર્કેટ પર હડતાળની અસર વિશે બોલતા, વાશીના એક રિટેલરે જણાવ્યું હતું કે રિટેલરોએ મંગળવારે તેમના ભાવોમાં વધારો કર્યો ન હતો. કારણ કે તેમની પાસે હાલ જરુરિયાત મુજબનો પૂરતો સ્ટોક પડ્યો છે. “નવા વર્ષની ઉજવણી પછી સોમવારે માર્કેટમાં ઓછા ખરીદદારો હતા અને મંગળવારે થોડા ટ્રકો આવ્યા બાદ હજી થોડો સ્ટોક મળ્યો હતો. જો કે, ગઈકાલે સ્ટોક સંપૂર્ણપણે ખલાસ થઈ રહ્યો હતો અને જે થોડું બાકી હતું તે ઊંચા ભાવે વેચવામાં આવવાની ચેતવણી રિટેલરોએ આપી હતી. વાસ્તમાં, જો આજની રાત સુધીમાં બજારમાં તેમને શાકભાજીનો પુરવઠો ન મળ્યો તો એપીએમસી માર્કેટને આ હડતાળની મોટી અસર થઈ શકે છે.

દરમિયાન, ટ્રક ડાઈવરો સરકારને હિટ એન્ડ રનનો નવો કાયદો પાછો લેવાનો આગ્રહ કરી રહ્યા છે. ટ્રક ડ્રાઈવરોના મતે સરકારનો આ નિર્ણય ખોટો છે. તેથી તેનો પાછો ખેંચી લેવો જોઈએ, અને જો આવું નહી થાય ત્યાં સુધી અમે માંગ કરતા રહિશું એવું ટ્રક ડ્રાઈવરો જણાવી રહ્યા છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Exit mobile version