News Continuous Bureau | Mumbai
Mumbai: કાંદિવલી વેસ્ટ ડૉ. બાબાસાહેબ આંબેડકર (શતાબ્દી) હોસ્પિટલમાંથી અપહરણ ( Kidnapping) કરાયેલ 20 દિવસના બાળકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યું હતું. ( Kandivali West ) કાંદિવલી પોલીસે થોડા કલાકોમાં જ આ મામલાની તપાસ કરી અને બાળકને ( baby ) તેના માતા-પિતાને સોંપી દીધું હતું. પોલીસે આ કેસમાં એક 21 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાને બાળક ન હોવાથી લોકો તેને ટોણા મારતા હતા. જે બાદ તેણે કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું કબૂલાત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મહિલા પરિણીત છે, પરંતુ તેને સંતાન થતુ ન હતું. તેથી આસપાસના લોકો તેને ટોણો મારતા હતા. લોકોના ટોણાથી હતાશ થઈને તેણે આ 20 દિવસીય નવજાત બાળકનું અપહરણ ( Child abduction ) કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેથી ગુરુવારે બપોરે આરોપી કાંદિવલીની ડો.બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં ( shatabdi hospital ) ગઈ હતી. ત્યાં તેણીને ફરિયાદી મહિલા દ્વારા 20 દિવસના બાળકને જન્મ આપ્યો હતો. ફરિયાદી મહિલા એકલી હોવાનો ફાયદો ઉઠાવીને આરોપી મહિલાએ તેની સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.
શું છે આ મામલો..
વાત કરતી વખતે તેને ખબર પડી કે ફરીયાદી મહિલાનો પતિ હોસ્પિટલના જરુરી કાગળો બનાવવા માટે બહાર ગયો છે. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને આરોપી મહિલાએ ફરીયાદીને ફ્રેશ થવા માટે જવાની સલાહ આપી અને કહ્યું કે ત્યાં સુધી હું બાળકની સંભાળ રાખીશ. ફરીયાદી, આરોપી મહિલાની વાતોમાં ફસાઈ ગઈ અને બાળકને સોંપીને બાથરૂમમાં ગઈ હતી. જેનો ફાયદો ઉઠાવીને આરોપી મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. જ્યારે ફરીયાદીને ખબર પડી કે બાળક ચોરાઈ ગયું છે, ત્યારે તે ચોંકી ગઈ હતી અને પછી તેણે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Multibagger Stock: આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાન… છેલ્લા એક મહિનામાં આપ્યું આટલા ટક્કાનું જબદસ્ત વળતર…
કેસ નોંધાયા પછી, કાંદિવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક બાળકની શોધ માટે ત્રણ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે શતાબ્દી હોસ્પિટલના સીસીટીવી ચેક કર્યા તો એક બુરખાધારી મહિલા બાળકને લાલ ધાબળા નીચે લઈ જતી જોવા મળી હતી. જે બાદ પોલીસે આરોપી મહિલાને શોધવા માટે લગભગ 200 સીસીટીવી ચેક કર્યા હતા.
જે બાદ એક સીસીટીવીમાં ( CCTV ) આરોપી મહિલા માલવણીમાં રિક્ષામાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. જ્યારે બાળક રડવા લાગ્યું, ત્યારે આરોપી મહિલા ડરી ગઈ હતી અને તેણે બાળકને રસ્તાની બાજુમાં મળી હોવાનો દાવો કરીને વનરાઈ પોલીસ સ્ટેશન પાસે બાળકને સોપવા પહોંચી હતી. પરંતુ પોલીસ તપાસમાં તેણીના વર્ણનમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી પોલીસે તેણીની વધુ પુછપરછ કરતા તેણીએ ગુનો કબુલી લીધો હતો. જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને બાળકીને તેના માતા-પિતાને સોંપી દીધું હતું.