ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
વેધશાળાએ મુંબઈના હવામાન સંદર્ભે નવી આગાહી કરી છે. જે મુજબ ૩૦ એપ્રિલ તેમજ ૧લી મેના દિવસે મુંબઇ સહિત આસપાસના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે. વેધશાળાની આગાહી મુજબ ઉત્તર કોંકણ અને કોંકણની અનેક જગ્યાએ વરસાદ પડશે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદ પડશે. વિદર્ભમાં પણ વરસાદ પડી શકે છે.
શુક્રવાર અને શનિવાર આ બે દિવસ પાલઘર થાણે અને મુંબઈ શહેરમાં વરસાદનું જોર રહેશે.