ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
ઓમિક્રોન વેરિઅન્ટ છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈવાસીઓમાં ભય પેદા કરી રહ્યું છે ત્યારે હવે એક રાહતના સમાચાર આવ્યા છે.
વિદેશથી આવેલા 9 કોરોના પોઝિટિવ પ્રવાસીઓમાંથી 7ના ઓમિક્રોન ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
જોકે હજુ બે દર્દીઓના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે હાઈ રિસ્ક દેશોમાંથી 485 લોકો મુંબઈ આવ્યા હતા. આ તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ભારતે ઓમિક્રોનના હાઈ રિસ્ક ધરાવતા દેશોની યાદીમાં 11 દેશોને સ્થાન આપ્યું છે. જેમાં આફ્રિકન ઉપરાંત યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.
BMC લાગી ગઈ કામે, મુંબઈના ૨૩૬ વોર્ડની ફેરરચનાનો મુસદો થશે અઠવાડિયામાં તૈયાર; જાણો વિગત
