Site icon

Mumbai: મુંલુંડના ઓટોરિક્ષા ચાલકના દિકરાએ MHT CETમાં 100 ટકા માર્કસ મેળવ્યા, વિદેશમાં એરોસ્પેસ રિસર્ચના છે સપના.

Mumbai: મુંબઈ-રાજ્ય કોમન એક્ઝામિનેશન સેલ (CET સેલ) દ્વારા હાથ ધરવામાં આવેલા એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, ફાર્મસી અભ્યાસક્રમોના MHT CETમાં 37 વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા છે. જેમાં મુલુંડના પાર્થે પણ 100 ટકા મેળવ્યા હતા.

Mumbai Auto Rickshaw driver's son from Mulund scores 100 percent marks in MHT CET, dreams of aerospace research abroad

Mumbai Auto Rickshaw driver's son from Mulund scores 100 percent marks in MHT CET, dreams of aerospace research abroad

News Continuous Bureau | Mumbai 

Mumbai: મહારાષ્ટ્રમાં એન્જિનિયરિંગ કોલેજો માટેની અત્યંત સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા MHT CET (PCM)માં પાર્થ વૈટીએ ( Parth Vaity ) 100 ટકા મેળવ્યા છે. 

Join Our WhatsApp Community

પાર્થે તેના પ્રદર્શન પર આશ્ચર્ય વ્યક્ત કરતા મિડીયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મને આ ટકાવારીની અપેક્ષા ન હતી. શરૂઆતમાં, જ્યારે ઉત્તર પત્રિકા બહાર ( MHT CET results ) પાડવામાં આવી હતી, ત્યારે મેં સરખામણી કરી હતી અને 180 અથવા 185 સ્કોરની આસપાસના માર્કની મને અપેક્ષા હતી. મેં એવું નહોતું વિચાર્યું. હું આ પરીક્ષામાં ( MHT CET Exam ) 100 ટકા માર્ક મેળવીશ તે ખરેખર આર્શ્યજનક હતું.

પાર્થ તેની સફળતાનો શ્રેય સંયુક્ત પ્રવેશ પરીક્ષા માટેની તેની સખત મહેનતને આપે છે. જેમાં એક સાથે MHT CET અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો હતો. મારી તૈયારી મુખ્યત્વે JEE પર આધારિત હતી, જેમાં આ સ્પર્ઘાત્મક પરીક્ષાને પણ આવરી લેવામાં આવતું હતું. હું ક્લાસ મોડ્યુલ સોલ્વ કરતો હતો, ત્યાર બાદ મેં કેટલીક બહારની બુક્સ અને થોડા વધુ મટીરિયલના પણ સંદર્ભ લીધો હતો. 

Mumbai: પાર્થની દિનચર્યા શિસ્તબદ્ધ અને નિયમબદ્ધ હતી…

પાર્થની દિનચર્યા શિસ્તબદ્ધ અને નિયમબદ્ધ હતી. પાર્થ સામાન્ય રીતે સવારે 6 કે 7 વાગ્યે જાગી જતો હતો. તેનો ક્લાસ 8 થી 1:30 કે 2 વાગ્યા સુધી હતો. શરૂઆતમાં તે તેના ક્લાસ માટે મુલુંડથી અંધેરી જતો હતો. થોડા સમય પછી, તે તેના ક્લાસ માટે અંધેરી હોસ્ટેલમાં શિફ્ટ થયો હતો. જેથી પાર્થ તેનો થોડો સમય બચાવી શકતો હતો. 

આવા શિસ્તબદ્ધ સમયપત્રકને જાળવવું કામ તેના માટે એક પડકારથી ઓછું ન હતું.  મુખ્યત્વે મુશ્કેલ ભાગ દરરોજ શિસ્તબદ્ધ શેડ્યૂલ જાળવવાનો હતો.  શિસ્ત જાળવવી અને દરરોજ શેડ્યૂલનું પાલન કરવાથી પાર્થને મદદ મળી હતી એમ તેણે સ્વીકાર્યું હતું. તેમજ તેના મિત્રો સાથે તેના સ્કોર્સની સરખામણી કરવાથી પણ તેને પ્રેરણા મળી હતી. 

આ સમાચાર  પણ વાંચો : Dawood Ibrahim: પાકિસ્તાનમાં રહેતો વૃદ્ધ દાઉદ ઈબ્રાહિમ CIA એજન્સી માટે બસ હવે એક મુખ્ય એસેટ બનીને રહી ગયો છેઃ રિપોર્ટ.

આર્થિક પડકારોનો સામનો કરવા છતાં પાર્થનો પરિવાર તેના સમર્થનમાં અડગ ઉભો રહ્યો હતો. પાર્થના પપ્પા ઓટોરિક્ષા ડ્રાઇવર ( Autorickshaw driver ) છે, જ્યારે તેની માતા હાઉસવાઈફ છે. છેલ્લા બે વર્ષમાં પાર્થના અભ્યાસ દરમિયાન થોડીક આર્થિક સમસ્યાઓ હતી. પરંતુ તેમ છતાં પાર્થના પરિવારે તેને તમામ સહાય પુરી પાડી હતી.

Mumbai: પાર્થનું હવે અંતિમ ધ્યેય સારું પ્લેસમેન્ટ મેળવવાનું અને તેના માતા-પિતાને નાણાકીય સહાય પૂરી પાડવાનું છે…

પાર્થનું હવે અંતિમ ધ્યેય સારું પ્લેસમેન્ટ મેળવવાનું અને તેના માતા-પિતાને નાણાકીય સહાય પૂરી પાડવાનું છે. તેમજ સારો સ્કોર કરી અને સારી કોલેજમાં પ્રવેશ મેળવવા મેળવવાનો છે.  

JEE એડવાન્સ્ડમાં ( JEE Advanced ) 50 ની કેટેગરી રેન્ક સાથે 367 રેન્ક પ્રાપ્ત કર્યા પછી, પાર્થ IIT બોમ્બેમાં ( IIT Bombay ) કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધારવાની યોજના ધરાવે છે. આગળ જોઈને, તેણે ભૌતિકશાસ્ત્ર અને એરોસ્પેસ ( Aerospace ) પ્રત્યેનો પોતાનો જુસ્સો વ્યક્ત કરતાં કહ્યું, “હું વિદેશમાં જઈને ભૌતિકશાસ્ત્રમાં થોડું સંશોધન કરવા માંગુ છું. ભૌતિકશાસ્ત્ર મારા રસનો વિષય છે. 9મા ધોરણથી, હું ભૌતિકશાસ્ત્ર પર વધારાના પુસ્તકો વાંચું છું. એરોસ્પેસ વિષયો. એવી વસ્તુ છે જે મને ઉત્સાહિત કર્યો છે અને મને તે રસપ્રદ લાગે છે.

પાર્થની સફળતાની સફરમાં સોશિયલ મીડિયામાંથી વિક્ષેપો ઘટાડવાનો પણ સમાવેશ થતો હતો. તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે શરૂઆતમાં તેને સોશિયલ મીડિયા ખૂબ જ વિચલિત કરતું હતું. તેથી તેનો સ્કોર થોડો નીચે આવવા લાગ્યો. આ બાદ પાર્થ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું બંધ કરવું કર્યું હતું.

આ સમાચાર  પણ વાંચો : How to Save rs 1 crore: 50 હજાર રૂપિયા કમાઈને પણ તમે બની શકો છો કરોડપતિ, તમારે દર મહિને બસ આટલા પૈસાની બચત કરવી પડશે, આ છે ગણિત..જાણો વિગતે..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version