ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
મુંબઇમાં ગઈકાલે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જતા બે યુવાનો પર અચાનક જ મેટ્રોનું બેરીકેડીંગ પડ્યું હતું. બેરીકેડીંગ બાઇક સાથે ટકરાતા બંને યુવાનો રસ્તા પર પટકાયા હતાં અને પાછળથી આવી રહેલી ટ્રકે તેમને કચડી નાખ્યાં હતાં. જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાની હાલત ગંભીર છે. આ ઘટના મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી નજીક બની હતી..
પોલીસે જણાવ્યું છે કે આ અકસ્માતમાં 28 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ 20-સેકંડનો વિડિઓ બતાવે છે કે રસ્તા પર ઘણાં પતરાંના સ્ટેન્ડ લગાવી મેટ્રો માટેની આડશ ઉભી કરાઈ છે. દરેક વ્યક્તિ ધીમી ગતિએ આગળ વધી રહી છે. એવામાં એક ટ્રક નજરે પડે છે. અને તેની પાછળથી એક બાઇક આવતી દેખાય છે. બાઇક સવાર ટ્રકને ઓવરટ્રેક કરી આગળ નીકળે છે ત્યારે જ અચાનક બેરિકેડ બાઈક સાથે અથડાય છે ત્યારે જ પાછળથી આવી રહેલી ટ્રક નીચે એક કચડાઈ જાઈ છે અને બીજો માણસ દૂર પડે છે. ઘાયલ યુવકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે તેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું..
આ અકસ્માત નો વીડિયો સામે આવ્યાં બાદ લોકોનું કહેવું છે કે ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલ નથી. મેટ્રોનું લોખંડ નું પતરૂ યુવાનો પર પડવાથી આ અકસ્માત થયો છે. આથી મેટ્રો રેલ પ્રશાસન પર જ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે…
