Site icon News Continuous Bureau | Mumbai

મુંબઇ મેટ્રોની બેરીકેડીંગ બાઇક સવારો ઉપર પડી, પાછળથી આવતી ટ્રક નીચે બંને કચડાયા, એકનું મોત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 સપ્ટેમ્બર 2020

મુંબઇમાં ગઈકાલે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જતા બે યુવાનો પર અચાનક જ મેટ્રોનું બેરીકેડીંગ પડ્યું હતું. બેરીકેડીંગ બાઇક સાથે ટકરાતા બંને યુવાનો રસ્તા પર પટકાયા હતાં અને પાછળથી આવી રહેલી ટ્રકે તેમને કચડી નાખ્યાં હતાં. જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાની હાલત ગંભીર છે. આ ઘટના મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી નજીક બની હતી..

પોલીસે જણાવ્યું છે કે આ અકસ્માતમાં 28 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ 20-સેકંડનો વિડિઓ બતાવે છે કે રસ્તા પર ઘણાં પતરાંના સ્ટેન્ડ લગાવી મેટ્રો માટેની આડશ ઉભી કરાઈ છે. દરેક વ્યક્તિ ધીમી ગતિએ આગળ વધી રહી છે. એવામાં એક ટ્રક નજરે પડે છે. અને તેની પાછળથી એક બાઇક આવતી દેખાય છે. બાઇક સવાર ટ્રકને ઓવરટ્રેક કરી આગળ નીકળે છે ત્યારે જ અચાનક બેરિકેડ બાઈક સાથે અથડાય છે ત્યારે જ પાછળથી આવી રહેલી ટ્રક નીચે એક કચડાઈ જાઈ છે અને બીજો માણસ દૂર પડે છે. ઘાયલ યુવકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે તેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.. 

આ અકસ્માત નો વીડિયો સામે આવ્યાં બાદ લોકોનું કહેવું છે કે ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલ નથી. મેટ્રોનું લોખંડ નું પતરૂ યુવાનો પર પડવાથી  આ અકસ્માત થયો છે. આથી મેટ્રો રેલ પ્રશાસન પર જ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે…

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version