Site icon

Mumbai BEST: મુંબઈના બેસ્ટની જૂની ભંગાર બસનો ઉપયોગ હવે રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી તરીકે થશે.. જાણો વિગતે..

Mumbai BEST: મુંબઈમાં પર્યટકો માટે વધુ એક આકર્ષણ કેન્દ્ર ઊભું થવાનું છે. વર્ષોને વર્ષો સુધી મુંબઈના પ્રવાસીઓને સેવા આપ્યા બાદ આયુષ્ય પૂરું થવાથી ભંગારમાં જનારી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ને હવે ભંગારમાં નહીં કાઢતા. તેનું આધુનિકરણ કરીને તેનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી અને લાઈબ્રેરી તરીકે કરવામાં આવવાનો છે…

Mumbai BEST An old wrecked bus of Mumbai's BEST will now be used as a restaurant, art gallery..

Mumbai BEST An old wrecked bus of Mumbai's BEST will now be used as a restaurant, art gallery..

News Continuous Bureau | Mumbai

Mumbai BEST: મુંબઈ ( Mumbai ) માં પર્યટકો માટે વધુ એક આકર્ષણ કેન્દ્ર ઊભું થવાનું છે. વર્ષોને વર્ષો સુધી મુંબઈના પ્રવાસીઓને ( tourists )  સેવા આપ્યા બાદ આયુષ્ય પૂરું થવાથી ભંગારમાં જનારી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ ( BEST ) ને હવે ભંગારમાં નહીં કાઢતા. તેનું આધુનિકરણ કરીને તેનો ઉપયોગ ( Restaurant ) રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી ( Art Gallery ) અને લાઈબ્રેરી તરીકે કરવામાં આવવાનો છે.

Join Our WhatsApp Community

બેસ્ટ ઉપક્રમના પોતાના કાફલામાં પોતાની માલિકીની ૧,૨૮૪ અને ભાડા પર લીધેલી (લીઝ) રહેલી ૧,૬૯૪ એમ કુલ ૨,૯૭૮ બસ છે. બેસ્ટની પોતાની માલિકીની અનેક બસનું આગામી સમયમાં આયુષ્ય પૂરું થવાનું છે, ત્યારે આ બસોને ભંગારમાં નહીં કાઢતા તેનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી અને લાઈબ્રેરી માટે કરવાનો વિચાર ચાલી રહ્યો હોવાનું મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચોઃ Mahadev Betting App: મહાદેવ બેટિંગ એપ તપાસની ગરમી હવે મુંબઈ સુધી પહોંચી…. હવે આ એજન્સી કરશે તપાસ .. જાણો શું છે આ સમગ્ર મુ્દ્દો..

ડબલડેકર બસનું ( double-decker bus ) આયુષ્ય પૂરું થતા તેને બંધ કરવામાં આવી…

બેસ્ટના કાફલામાં રહેલી ડબલડેકર બસનું આયુષ્ય પૂરું થતા તેને બંધ કરવામાં આવી છે અને હવે તેના બદલે નવી ડબલડેકર ઈલેક્ટ્રિક બસ ચાલુ કરવામાં આવી છે. જૂની એક ડબલડેકર બસને સાચવી રાખવાનો નિર્ણય બેસ્ટ ઉપક્રમે કર્યો છે. ત્યારે બેસ્ટની જૂની બસ ભંગારમાં નહીં કાઢતા તેનો ઉપયોગ મુંબઈગરાને સુવિધા ઉપલબ્ધ કરાવવાનો વિચાર સરકાર કરી રહી છે.

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version