Site icon

 Mumbai BEST Bus Accident: કુર્લા દુર્ઘટનાના બીજા જ દિવસે વધુ એક અકસ્માત, સીએસએમટી નજીક બેસ્ટ બસે એક રાહદારીને મારી જીવલેણ ટક્કર..

 News Continuous Bureau | Mumbai 
Mumbai BEST Bus Accident: કુર્લા બેસ્ટ બસ અકસ્માતના 24 કલાકથી પણ ઓછા સમયમાં મુંબઈમાં વધુ એક બસ અકસ્માત થયું હોવાનું અહેવાલ છે. જેમાં બેસ્ટની બસના પાછળના વ્હીલ નીચે આવી જતાં એક રાહદારીનું મોત થયું છે. આ ઘટના બુધવારે બપોરે બની હતી. એક રાહદારીના દ્વિચક્રી વાહનને ટક્કર મારતાં બેસ્ટ બસના પાછળના વ્હીલ નીચે કચડાઈ ગયો હતો. દરમિયાન મૃતકની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે.

Mumbai BEST Bus Accident: અકસ્માત સ્થળ પર જ રાહદારીનું મૃત્યુ થયું

પ્રાપ્ત માહિતી અનુસાર, બસ 15.25ની આસપાસ અણુશક્તિ નગરથી ઇલેક્ટ્રિક હાઉસ જઈ રહી હતી. 16.25 કલાકે, જ્યારે બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે વાલચંદ હીરાચંદ રોડ કમિશનરની ઑફિસ પાસે પહોંચી, ત્યારે એક રાહદારી બસની નીચે આવી ગયો અને અકસ્માત સ્થળ પર જ તેનું મૃત્યુ થયું.

Mumbai BEST Bus Accident: બેસ્ટ બસે નિયંત્રણ ગુમાવતાં ઓછામાં ઓછા સાતના મોત

મહત્વનું છે કે સોમવારે રાત્રે, કુર્લા પશ્ચિમમાં રૂટ 332 બેસ્ટ બસે નિયંત્રણ ગુમાવતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને 43 અન્ય ઘાયલ થયા. બસ એક રહેણાંક સોસાયટીની દિવાલ સાથે અથડાઈ તે પહેલા ભીડભાડવાળા કુર્લા રેલ્વે સ્ટેશન નજીક અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. સર્વેલન્સ ફૂટેજ એ ભયાનક ક્ષણને કેપ્ચર કરી હતી જ્યારે બસે નિયંત્રણ ગુમાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet expansion: CM દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણય, એકનાથ શિંદેના નજીકના વ્યક્તિને આ પદ પરથી હટાવ્યા; કરી નવી નિમણુંક…

Exit mobile version