News Continuous Bureau | Mumbai
Mumbai BEST Bus Fire :ગુરુવારે મોડી રાત્રે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પાસે એક ઇલેક્ટ્રિક બેસ્ટ બસમાં આગ લાગી ફાટી નીકળી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
Mumbai BEST Bus Fire : તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું
એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ની બહાર મહર્ષિ કર્વે રોડ પર રાત્રે 9.50 વાગ્યે બની હતી. માહિતી મળતાં જ ચાર ફાયર એન્જિન અને અન્ય ફાયર વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
Mumbai BEST Bus Fire :જુઓ વિડીયો
A BEST bus caught fire near Churchgate station earlier today. Fortunately, no casualties or injuries have been reported, as confirmed by BMC and Mumbai Police. Quick response by emergency services helped control the situation.#MumbaiNews #MumbaiUpdates #BMC… pic.twitter.com/Ny1U9R1iqV
— Mayuresh Ganapatye (@mayuganapatye) April 17, 2025
Mumbai BEST Bus Fire :મુસાફરોને અગવડતા પડી
ચર્ચગેટ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 ની બહાર આગ લાગવાથી સાવચેતીના પગલા તરીકે ફાસ્ટ લોકલ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 2 પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને અગવડતા પડી. જોકે, બસમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
આ સમાચાર પણ વાંચો : Tesla Test Drive Mumbai :ભારતમાં ટેસ્લાનો પ્રવેશ કન્ફર્મ! મુંબઈના રસ્તાઓ પર ટેસ્લા કારની પહેલી ઝલક જોઈને બધા આશ્ચર્યચકિત, જુઓ વિડીયો..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

