Site icon

Mumbai: RTI નો મોટો ખુલાસો! BMC પાસે કોવિડ સમયગાળા દરમિયાન ખર્ચાયેલ આટલા હજાર કરોડનો રેકોર્ડ જ નથી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં.. .

Mumbai: કોવિડ સમયગાળા દરમિયાન BMC વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આરોપો છે. ઘણા કેસોની તપાસ ચાલી રહી છે. દરમિયાન, એક નવો મામલો સામે આવ્યો છે કે કોવિડ સમયગાળા દરમિયાન ખર્ચવામાં આવેલા 4 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિગતો BMC પાસે ઉપલબ્ધ જ નથી.

Mumbai Big revelation of RTI! BMC does not have a record of spending 4 thousand crores during the covid period..

Mumbai Big revelation of RTI! BMC does not have a record of spending 4 thousand crores during the covid period..

News Continuous Bureau | Mumbai

Mumbai: કોવિડ સમયગાળા ( Covid ) દરમિયાન BMC વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આરોપો છે. ઘણા કેસોની તપાસ ચાલી રહી છે. દરમિયાન, એક નવો મામલો સામે આવ્યો છે કે કોવિડ સમયગાળા દરમિયાન ખર્ચવા ( Expenditure ) માં આવેલા 4 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિગતો BMC પાસે ઉપલબ્ધ જ નથી. જાહેર માહિતી અધિકાર ( RTI ) હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં આ વાત સામે આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં એક ઈવેન્ટમાં BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે ( iqbal singh chahal ) દાવો કર્યો હતો કે કોવિડ સમયગાળા દરમિયાન 4 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ જાહેર માહિતીના અધિકાર હેઠળ BMC પાસેથી આ સંબંધમાં માહિતી માંગી હતી. BMC દ્વારા આપવામાં આવેલા જવાબમાંથી ચોંકાવનારી હકીકત સામે આવી છે કે કોવિડ સમયગાળા દરમિયાન થયેલા 4 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી.

માહિતી ઉપલબ્ધ નથી…

BMC કમિશનરની ઓફિસે ગલગલીની અરજીને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ (હેલ્થ) ને ટ્રાન્સફર કરી હતી. જે બાદડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટે (હેલ્થ) લાલચંદ માનેએ રિપોર્ટની નકલ ઉપલબ્ધ ન હોવાનું કહીને ડેપ્યુટી કમિશનર (પબ્લિક હેલ્થ) ને અરજી ટ્રાન્સફર કરી હતી. જેમાં વહીવટી અધિકારી સી.જી. આઢારએ અરજીને પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ (ફાઇનાન્સ)ને ટ્રાન્સફર કરી હતી. દરમિયાન એકાઉન્ટ્સ ઓફિસર રાજેન્દ્ર કાકડેએ જણાવ્યું હતું કે માહિતી ઉપલબ્ધ નથી અને અરજી ફરીથી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ (આરોગ્ય) ને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચોઃ Mumbai Crime: મુંબઈમાં ડ્રગ્સ ખરીદવા માટે પોતાના જ બાળકોને વેચ્યા.. ચોંકવાનાર ઘટનાથી મચ્યો હડકંપ.. જાણો વિગતે..

કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને મુંબઈ પોલીસ કોવિડના ( Covid Scam ) સમય દરમિયાન BMC વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આરોપોની તપાસ કરી રહી છે. જ્યારે BMC કમિશનર પોતે 4 હજાર કરોડ રૂપિયાનો હિસાબ આપવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાય છે. આ બાબત ગંભીર છે. કોવિડ સમયગાળા દરમિયાન થયેલા દરેક ખર્ચ વિશેની માહિતી વેબસાઇટ પર પ્રકાશિત થવી જોઈએ.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version