Site icon

Mumbai: શહેરમાં ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી… નિયમોનું ઉલ્લંઘન કરનારા કેબ ડ્રાઈવરો પાસેથી વસૂલ્યો આટલા લાખનો દંડ..

Mumbai: એપ-આધારિત કેબ વાહનો અને ડ્રાઇવરોનું મુંબઈ શહેર અને ઉપનગરીય પરિવહન કાર્યાલયની એર સ્પીડ સ્ક્વોડ દ્વારા નિયમિતપણે તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન નિર્ધારિત નિયમો અને શરતોનો ભંગ કરનાર દોષિત વાહનચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ અને નિયમો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે.

Mumbai Big traffic police action in the city... Cab drivers who violated the rules were fined so many lakhs

Mumbai Big traffic police action in the city... Cab drivers who violated the rules were fined so many lakhs

 News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ ટ્રાફિક પોલીસે ( Mumbai Traffic Police ) 1690 એપ આધારિત કેબની તપાસ કરીને મોટી કાર્યવાહી કરી હતી. એપ-આધારિત કેબ વાહનો અને ડ્રાઇવરોનું ( Cab drivers ) મુંબઈ શહેર અને ઉપનગરીય પરિવહન કાર્યાલયની એર સ્પીડ સ્ક્વોડ ( Air Speed Squad ) દ્વારા નિયમિતપણે તપાસ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન નિર્ધારિત નિયમો અને શરતોનો ભંગ કરનાર દોષિત વાહનચાલકો ( Motorists ) સામે મોટર વ્હીકલ એક્ટ અને નિયમો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે. 

Join Our WhatsApp Community

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મુંબઈ શહેર અને ઉપનગરોમાં 1 એપ્રિલથી 30 નવેમ્બર, 2023 સુધીમાં 1690 એપ આધારિત કેબ વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં દોષિત 491 કેબ ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં દોષિત કેબ ડ્રાઈવરો પાસેથી 19 લાખ 76 હજાર 900 રૂપિયાનો દંડ ( penalty ) પણ વસૂલવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુંબઈ (સેન્ટ્રલ) કચેરી હેઠળ 590 કેબ વાહનોની તપાસમાં 107 દોષિત કેબ ડ્રાઈવરો પાસેથી 7 લાખ 42 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુંબઈ (વેસ્ટ) ઓફિસ હેઠળના 782 કેબ વાહનોની તપાસમાં 211 કેબ ડ્રાઈવરો દોષિત જણાયા હતા. જેમાં 7 લાખ 93 હજાર 500 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

મુંબઈ ઈસ્ટ ઓફિસ હેઠળ 318 કેબની તપાસ કરવામાં આવી હતી…

મળતી માહિતી મુજબ, મુંબઈ (ઈસ્ટ) ઓફિસ હેઠળ 318 કેબ વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 173 કેબ ડ્રાઈવરો નિયમ ભંગ માટે દોષિત ઠર્યા હતા. જેમાં કેબ ડ્રાઈવરો પાસેથી 4 લાખ 41 હજાર 400 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Urvashi dholakia: આ કારણોસર ઉર્વશી ધોળકિયા થઇ હોસ્પિટલમાં દાખલ, અભિનેત્રી ના દીકરા એ આપી માહિતી

એક રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટે 13 ફેબ્રુઆરી 2023ના રોજ આપેલા આદેશ મુજબ, રાજ્યમાં એપ આધારિત કેબ વાહનો માટે મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઓફ ધ એગ્રીગેટર રૂલ્સ, 2022નો મુસદ્દો તૈયાર કરવા માટે નિવૃત્ત અધિક મુખ્ય સચિવ સુધીર કુમાર શ્રીવાસ્તવની આગેવાની હેઠળની સમિતિની રચના કરવામાં આવી છે. ઉપ-પ્રાદેશિક પરિવહન અધિકારીએ આ અંગે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે એપ-આધારિત કેબ સેવાઓ પ્રદાન કરતી સંસ્થાઓ માટે 27 નવેમ્બર, 2020 ના રોજ વ્યાપક માર્ગદર્શિકા પણ જારી કરી હતી. જેમાં નિયમોનો ભંગ કરનાર એપ આધારિત કેબ સામે કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે એવુ જણાવ્યું હતું.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version