Site icon News Continuous Bureau | Mumbai

કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા માટે શરૂ થાય લોકલ ટ્રેનસેવા, કાંદિવલીમાં ભાજપ રસ્તા પર ઊતરી, કર્યું વિરોધ પ્રદર્શન; જુઓ ફોટા અને વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

આજે મુંબઈમાં ભારતીય જનતા પક્ષ મહાવિકાસ આઘાડી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. લોકલને સામાન્ય જનતા માટે ખુલ્લી મુકવામાં આવે એવી માગ સાથે ભાજપ આજે રસ્તા પર ઊતર્યો છે.

ભાજપના અતુલ ભાતખળકરના નેતૃત્વ હેઠળ આજ સવારે 10:30 વાગ્યેથી ઉત્તર મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશન પર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ હાથમાં પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તેઓ માગ કરી રહ્યા છે કે કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારાઓ માટે સ્થાનિક ટ્રેનસેવા પુન:સ્થાપિત કરો.

આ વિરોધ પ્રદર્શનને જોતાં કાંદિવલી રેલવે સ્ટેશન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

 

મુંબઈ લોકલ શરૂ કરવાની માંગ માત્ર ભાજપ જ નહીં, મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ કોંગ્રેસ પણ લોકલ ટ્રેન સેવા પુન:સ્થાપિત કરવાની માંગ કરી રહી છે.

મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપે એમ પણ કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેન સેવા એવા લોકો માટે ફરી શરૂ કરવી જોઈએ જેમની પાસે રસીના બંને ડોઝ હોય.

 

Mumbai Airport Ketamine Drug Bust મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન ₹21 કરોડનું 7 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપાયું, ફૂકેત જઈ રહેલા પેસેન્જરની ધરપકડ
Mumbai Airport Terminal 1 Redevelopment મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટનો થશે કાયાકલ્પ ટર્મિનલ૧ આગામી ૪ વર્ષ માટે રહેશે બંધ, નવું મેગા ટર્મિનલ બનાવાશે
Abhijit Dipke Detained Dadar Protest દાદરમાં મોટો હંગામો થાય તે પહેલાં જ મુંબઈ પોલીસ એક્શનમાં! CEC જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરનાર અભિજીત દીપકેની અટકાયત
Boisar Attempted Murder Arrest જીવલેણ હુમલો કરી ભાગેલા આરોપીઓ પોલીસની ઝપટે ચડ્યા! બોઈસર અને LCB નું સંયુક્ત ઓપરેશન, ૩ ની ધરપકડ
Exit mobile version