Site icon

ભાજપ માટે આ બેલ મૂઝે માર- શિંદે ગ્રુપે હવે સાથી પક્ષને જ આપ્યો જોરદાર ઝટકો- મુંબઈમાં  આટલા પદાધિકારીઓ જોડાયા શિંદે ગ્રુપમાં

Maratha quota violence: CM reacts; Fadnavis apologises on behalf of govt

Maratha quota violence: મરાઠા આંદોલન મામલે બેકફૂટ પર આવી શિંદે સરકાર! લાઠીચાર્જ માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માંગી માફી, આપ્યું આ આશ્વાસન..

News Continuous Bureau | Mumbai

ભાજપની(BJP) મદદથી શિવસેના અધ્યક્ષ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરીને શિવસેનામાં ભંગાણ પાડનારા મુખ્યપ્રધાન એકનાથ શિંદેના (Eknath Shinde) ગ્રુપમાં દિવસેને દિવસે જોડાઈ જનારાઓની સંખ્યા વધતી જ જઈ રહી છે ત્યારે હવે ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. મુંબઈમાં ભાજપના 100 થી વધુ પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાઈ છે. તેથી હવે ભાજપ માટે શિંદે આ બેલ મુઝે માર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સાથે એનસીપીના અધિકારીઓ(NCP officials) પણ શિંદે જૂથમાં પ્રવેશ કરી રહ્યા છે. પરંતુ ભાજપની મદદથી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી(Chief Minister in Maharashtra) પદ મેળવનારા શિંદે ગ્રુપે હવે ભાજપના પદાધિકારીઓને(BJP officials) પણ તોડીને પોતાના જૂથમાં જોડવાનું ચાલુ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. હવે ભાજપના પદાધિકારીઓ  શિંદે જૂથમાં જવા લાગ્યા છે. દહિસરથી (Dahisar) ભાજપની 100 મહિલા પદાધિકારીઓ શિંદે જૂથના ધારાસભ્ય પ્રકાશ સુર્વેની(MLA Prakash Survey) હાજરીમાં શિંદે જૂથમાં જોડાઈ છે.

આ સમાચાર પણ વાંચો : જોર કા ઝટક- .હાઈકોર્ટે આ કેન્દ્રીય પ્રધાનના જૂહુના બંગલાના ગેરકાયદે બાંધકામને લઈને અરજી ફગાવી- ફટકાર્યો આટલા લાખનો દંડ

શિંદે ગ્રુપ  અને ભાજપ હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(Mumbai Municipal Elections) માટે કમર કસી રહ્યા છે. કહેવાય છે કે આ બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે. તેથી આ બંને પક્ષો મુંબઈમાં પોતાની તાકાત વધારી રહ્યા છે. શિંદેની પાર્ટીએ સુર્વેના મતવિસ્તારમાં મુંબઈના વોર્ડ નંબર 25માં પ્રવેશ કર્યો છે. જેમાં ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખોનો પણ સમાવેશ થાય છે.

તાજેતરમાં નવી મુંબઈમાં શિંદે જૂથે એનસીપીને મોટો ફટકો આપ્યો હતો, એનસીપીના 2 ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે 6 તાલુકા પ્રમુખો શિંદે જૂથમાં જોડાયા છે, તેથી એનસીપી પછી શિંદે જૂથે તેની સાથી પાર્ટી ભાજપને ફટકો આપવાનું શરૂ કર્યું છે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version