ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
ગંદી આદત એવી હોય છે કે જે છૂટી શકતી નથી. કોરોના ની પરિસ્થિતિ માં પણ સાર્વજનિક સ્થાનો ઉપર થુંકરાઓ ની કોઈ કમી નથી. મુંબઈ મહાનગરપાલિકાએ આવા લોકોની વિરુદ્ધમાં મોટા પ્રમાણમાં અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ છેલ્લા છ મહિનામાં 24 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મુંબઈ શહેરનો એલ વિભાગ કુર્લા વિસ્તાર આ મામલે સૌથી ખરાબ છે. અહીંથી સાડા ત્રણ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્યારબાદ કોલાબા વિસ્તારમાં સવા ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાંથી અઢી લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે વિસ્તાર આ બાબતમાં સૌથી સાફસૂફ વિસ્તાર છે. અહીં માત્ર ૧૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
