News Continuous Bureau | Mumbai
પ્લાસ્ટિકના થતા ટનબંધ કચરાથી છૂટકારો મેળવવા માટે મુંબઈ(Mumbai)માં સિંગલ યુઝ પ્લાસ્ટિક(single use plastic) સામે મુંબઈ મહાનગરપાલિકા એટલે કે BMCએ ઝુંબેશ હાથ ધરી છે. આ જ ક્રમમાં BMCએ જૂન 2018થી જાન્યુઆરી 2022 વચ્ચે બે લાખ કિલોગ્રામ પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરી છે. આ ઉપરાંત, હોકર્સ, રેસ્ટોરન્ટ, દુકાનો અને અન્ય પાસેથી આશરે રૂ. 5.36 કરોડનો દંડ વસૂલ કર્યો છે. જોકે તેમ છતાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ ચાલુ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે માર્ચ 2018 માં પ્લાસ્ટિકની થેલીઓ, કપ, ચમચી, પ્લેટ અને ટિફિન કન્ટેનર સહિત ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે ગ્રાહકો, છૂટક વિક્રેતાઓ અને પ્લાસ્ટિક ઉત્પાદક કંપનીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. જોકે લગભગ એક વર્ષ પછી, ઝુંબેશ ધીમી પડી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બજારમાં મળવા લાગ્યું. કોવિડ-19 રોગચાળાના પ્રથમ અને બીજી લહેર દરમિયાન ઝુંબેશ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી; જાણો વિગતે
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા આ વર્ષે 1 જુલાઈથી કેટલીક સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. CPCBએ આ સંબંધમાં ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને ઈ-કોમર્સ સાઇટ્સને નોટિસ પાઠવી છે. જેથી કરીને આ વસ્તુઓનો ઉપયોગ અને વેચાણ ન થાય. CPCBના નિર્દેશને પગલે, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગત 8 માર્ચે નોટિસ જારી કરીને 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના ઘટકોનો ઉપયોગ કરતી તમામ વસ્તુઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
