ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
મુંબઈ મહાનગરપાલિકાના અનેક વેક્સિન સેન્ટરો પર walk-in ફેસિલિટી અવેલેબલ હતી. એટલે કે એવી સુવિધા કે જે વ્યક્તિએ ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તે વ્યક્તિ પણ જાતે સ્થળ પર પહોંચીને રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકે છે. આ પ્રકારની સુવિધા અને મુંબઈ મહાનગરપાલિકાએ બંધ કરી દીધી છે.
બોરીવલીના રક્તદાન સંકલ્પ હેઠળ અત્યાર સુધી 4302 બોટલ રક્ત ભેગું થયું.
વાત એમ છે કે અનેક વેક્સિન સેન્ટર પર મર્યાદાની બહાર ભીડ થઇ રહી હતી. તપાસ કરતાં ખબર પડી કે એવા લોકો મોટી સંખ્યામાં વેક્સિન સેન્ટર પર આવી ગયા હતા જેમણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. બીજી તરફ મહાનગર પાલિકા પાસે દરેક સેન્ટર પર એક મર્યાદીત વેક્સિન નો ખોરાક હોય છે. આ મર્યાદિત ખોરાક અમર્યાદિત લોકો માટે પુરતો નથી.
આખી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો કે આજ પછી મુંબઈ શહેરમાં walk-in વેક્સિન બંધ.