ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
બોરીવલી ના ધારાસભ્ય સુનિલ રાણે વિધાનસભામાં પ્રશ્ન રજૂ કર્યો હતો કે મીઠી નદી પાછળ અત્યાર સુધી સરકારે શું કર્યું છે. તેના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી કે મુંબઈ શહેરને જળબંબાકાર કરનાર મીઠી નદી પાછળ મહારાષ્ટ્ર સરકારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારનો દાવો છે કે નદી ને ઊંડી કરવાનું કામ 100% પતી ગયું છે જ્યારે કે નદીએ પહોળી કરવાનું કામ ૯૦ ટકા જેટલું પતી ગયું છે. બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ આ નદીના વિકાસ પાછળ ૬૪૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આમ કુલ મળીને ૧,૧૦૦ કરોડ થી વધુ રૂપિયા માત્ર એક નદી ને સાફ કરવા પાછળ પ્રશાસન અને સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે.
