ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું આજે વર્ષ 2022-23ના આર્થિક વર્ષ માટે પાલિકા જોઈન્ટ કમિશનરે 3370.24 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ વિભાગમાં વિવિધ વિકાસના કામ અને નવા પ્રોજેકટ પાછળ પાલિકાએ બજેટમાં મૂડી ખર્ચ પેટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાની ગુજરાતી સહિત વિવિધ 8 માધ્યમની મળીને કુલ પ્રાથમિક શાળા 964 છે, જેમાં 2,42,899 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે અને 6831 શિક્ષકો મારફત વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ અપાય છે.
BMC બજેટ: આજે આટલા વાગ્યે રજૂ થશે મહાનગરપાલિકાનું બજેટ, જાણો મુંબઈકરોને કઈ સોગાત મળશે
પાલિકાની સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે 17 સ્પેશિલ શાળા છે, તેમાં 730 વિદ્યાર્થીઓ ભણે છે. મહાનગરપાલિકા 394 ખાનગી અનુદાનિત શાળાઓ ચલાવે છે. 900 બાલવાડી છે.
