Site icon

Mumbai : ગજબનો કારભાર.. મુંબઈ શહેરના આધુનિકરણ માટે પહેલા કરી વૃક્ષોની હત્યા, હવે પાલિકા રોપશે 10 નવા બાઓબાબ વૃક્ષો..

Mumbai : વનવિસ્તાર ઘટતો જાય છે અને રહેઠાણ ગુમાવી બેઠેલા વનવાસી પશુઓ માનવ વિસ્તારમાં રખડતાં થયાં છે. મુંબઈ શહેરના આધુનિકરણ માટે વૃક્ષોની હત્યા કરવામાં આવી રહી છે. ગયા મહિને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બે બાઓબાબ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આ પહેલા 27 એપ્રિલના રોજ, મેટ્રો 2B ના નિર્માણ કાર્ય માટે સાંતાક્રુઝ (વેસ્ટ)માં SV રોડ પર 300 વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ કાપવામાં આવ્યું હતું.

Mumbai BMC To Plant 10 New Baobab Trees, Removes Concretisation To Save 400-Year-Old Baobab In Aarey

Mumbai BMC To Plant 10 New Baobab Trees, Removes Concretisation To Save 400-Year-Old Baobab In Aarey

News Continuous Bureau | Mumbai

Mumbai : વનવિસ્તાર ઘટતો જાય છે અને રહેઠાણ ગુમાવી બેઠેલા વનવાસી પશુઓ માનવ વિસ્તારમાં રખડતાં થયાં છે. મુંબઈ શહેરના આધુનિકરણ માટે વૃક્ષોની હત્યા કરવામાં આવી રહી છે. ગયા મહિને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બે બાઓબાબ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આ પહેલા 27 એપ્રિલના રોજ, મેટ્રો 2B ના નિર્માણ કાર્ય માટે સાંતાક્રુઝ (વેસ્ટ)માં SV રોડ પર 300 વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ કાપવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

Mumbai : પર્યાવરણવિદોએ કર્યો વિરોધ  

આ કૃત્યના પગલે રહેવાસીઓમાં રોષ અને શોકની લાગણી ફેલાઇ છે અને પર્યાવરણવિદોએ બીએમસીને પત્ર લખીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોના વિરોધ બાદ બીએમસી પ્રશાસન સફાળું જાગ્યું છે અને હવે અહેવાલ છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર શહેરમાં 10 બાઓબાબ વૃક્ષો રોપશે.  

Mumbai : BMC કમિશનર ભૂષણ ગગરાણીએ આ નિર્દેશ આપ્યો 

અહેવાલ મુજબ  બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ભૂષણ ગગરાણીએ 400 વર્ષ જૂના વૃક્ષને બચાવવા માટે કોંક્રીટ સ્ટ્રક્ચરને દૂર કરવા અને તેને કુદરતી વૃક્ષ સાથે બદલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ( Mumbai news ) મીડિયા હાઉસ સાથેની  વાતચીતમાં ગગરાણીએ કહ્યું, મને આ મુદ્દાની જાણ થતાં જ મેં સંબંધિત વિભાગને વૃક્ષને બચાવવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ ઝાડની આજુબાજુનું કોંક્રીટ કાઢી નાખવામાં આવ્યું છે અને તેની જગ્યાએ માટી નાખવામાં આવી છે જેથી વૃક્ષ શ્વાસ લઈ શકે અને પાણી મૂળ સુધી જઈ શકે..

Mumbai : આ વિભાગમાં થશે વાવેતર 

વધમાં તેમણે જણાવ્યું હતું કે અમને 10 બાઓબાબ વૃક્ષો મળ્યા છે જે 10-15 વર્ષની ઉંમરના છે. ઉદ્યાન વિભાગે પશ્ચિમ વિભાગમાં વિવિધ ઉદ્યાનો પસંદ કર્યા છે અને તેનું એક કે બે અઠવાડિયા પછી ઉદ્યાનોમાં વાવેતર કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો :  Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલને મોટી રાહત… મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-અમારા અધિકારક્ષેત્રમાં નથી..

Mumbai : શું  છે વિશેષતા

વિશાળકાય બાઓબાબ એ આફ્રિકન ખંડની એક પ્રતિષ્ઠિત પ્રજાતિ છે અને તેની ઉત્પત્તિ 200 મિલિયન વર્ષો પહેલાની છે. આ વૃક્ષની ખરબચડી અને સૂકી પરિસ્થિતિમાં ટકી રહેવાની અને ખીલવાની ક્ષમતા તેને આશા અને સકારાત્મકતાનું પ્રતીક બનાવે છે. બાઓબાબ વૃક્ષો ભારતની અનેક મૂળ વૃક્ષોની પ્રજાતિઓમાંના એક નથી, તેમ છતાં વિવિધ શહેરોમાં, ખાસ કરીને મુંબઈમાં તેની લાંબી હાજરીને કારણે તેને કુદરતી વારસો તરીકે જોવામાં આવે છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version