ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈના રસ્તાઓ પર ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય છે. રસ્તા બાંધવા માટે દર વર્ષે દોઢ હજાર કરોડથી વધુ ખર્ચ થાય છે. આટલો ખર્ચ કર્યા બાદ પણ મુંબઈગરા ખાડામાં જ અથડાઈ રહ્યા છે. હવે ખાડાઓ ભરવા માટે ફરી કરોડો રૂપિયા ઉડાડવાની પાલિકાએ યોજના બનાવી લીધી છે.
મુંબઈના ૨૪ વૉર્ડ મળીને કુલ ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકા ખાડા ભરવા માટે કરશે. પ્રત્યેક વૉર્ડમાં ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે.
ઉલ્લેખનીય છે કે રસ્તા પરના ખાડાને કારણે પાલિકાની હંમેશાં ટીકા થતી હોય છે. પાલિકાએ ઝડપથી ખાડા ભરવાનું કામ શરૂ કરી દીધું છે. હાલમાં જ પાલિકાએ મોટો દાવો કર્યો હતો કે ૯ એપ્રિલથી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં ૩૦ હજારથી વધુ ખાડાઓ ભરવાનું કામ પૂરું થયું છે. જોકે વાસ્તવિકતા એનાથી વિપરીત દેખાઈ રહી છે.
