News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) ક્લીન અપ માર્શલ ( clean up marshal ) હવે કબૂતરને ( pigeon ) દાણા નાખવા ( Feeding) વાળા પર કડક કાર્યવાહી કરવાના છે. તેમજ આવું કૃત્ય કરનારા ને દંડ ( penalty ) કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર દાણા નાખવા બદલ 100 થી 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.
ભૂલેશ્વર, દાદર, માહીમ, માટુંગા તેમજ બોરીવલી જેવા અનેક વિસ્તારમાં અનેક જગ્યાએ ચબૂતરાઓ છે. કબુતર ની ચરકને કારણે ટીબી જેવા રોગ ફેલાતા હોવાને કારણે તેમજ શ્વસનતંત્રના રોગોને કારણે મુંબઈ મહાનગર પાલિકાએ હવે નક્કી કર્યું છે કે કબૂતર ને દાણા નાખવા વાળા પર કડક કાર્યવાહી કરવામાં આવે. તો હવે દાણા નાખતા પહેલા ચેતી જજો
આ સમાચાર પણ વાંચો : Surat Diamond Bourse : સુરત ડાયમંડ બુર્સ નો માલિક કોણ? નફો નુકસાન કોને મળશે? જાણો અહીં વિગતે.
