News Continuous Bureau | Mumbai
Mumbai : દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર (Mumbai), જે સપનાનું શહેર તરીકે જાણીતું છે. તેનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. હાલ શહેરમાં મેટ્રો (metro) નિર્માણનું કામ જોરશીરથી થઈ રહ્યું છે. રોડ પણ નવા બની રહ્યા છે. દરમિયાન મુંબઈમાં ઘાટકોપર (Ghatkopar) સબર્બન સ્ટેશનની સામે હિન્દુ મહાસભા હોસ્પિટલ (Hindu Mahasabha Hospital) ની ઇમારત તોડી પાડવામાં આવી હતી. આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે.
જુઓ વિડીયો
Video | Building of Hindu Mahasabha Hospital was pulled down. New multi storey structure is to be constructed on the plot opposite Ghatkopar Suburban station in Mumbai. pic.twitter.com/8BTd6X2K6k
— MUMBAI NEWS (@Mumbaikhabar9) September 26, 2023
આ ૩૨ સેકન્ડના વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઉચી ઈમારત એકાએક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પ્લોટ પર નવી બહુમાળી માળખું બાંધવામાં આવનાર છે. જોકે આ વાતની હજી સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : Kanheri Caves : ભારે વરસાદના પગલે મુંબઈની કાન્હેરી ગુફાઓ માં સર્જાયો અદભુત નજારો, જુઓ મનમોહક વિડીયો..
જૂની ઈમારતોનું સર્વેક્ષણ
ઉલ્લેખનીય છે કે ચોમાસામાં જોખમકારક ઈમારત ધસી પડવાનો ડર હોય છે. તેથી દર વર્ષે મહાપાલિકા તરફથી આવી ઈમારતોનું ચોમાસા પહેલાં સર્વેક્ષણ કરવામાં આવે છે. એમાં ઈમારતના બાંધકામની સ્થિતિ જોઈને સી-1, સી-2 અને સી-3 એમ વર્ગ કરવામાં આવે છે.
