Site icon News Continuous Bureau | Mumbai

Mumbai : ઘાટકોપરની હિન્દુ મહાસભા હોસ્પિટલ પર ચાલ્યું બુલડોઝ, પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ ઇમારત . જુઓ વિડીયો

Mumbai : મુંબઈમાં ઘાટકોપર સબર્બન સ્ટેશનની સામે હિન્દુ મહાસભા હોસ્પિટલની ઇમારત તોડી પાડવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પ્લોટ પર નવી બહુમાળી માળખું બાંધવામાં આવનાર છે

Mumbai : Building of Hindu Mahasabha Hospital was pulled down

Mumbai : Building of Hindu Mahasabha Hospital was pulled down

News Continuous Bureau | Mumbai 

Mumbai : દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર (Mumbai), જે સપનાનું શહેર તરીકે જાણીતું છે. તેનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. હાલ શહેરમાં મેટ્રો (metro) નિર્માણનું કામ જોરશીરથી થઈ રહ્યું છે. રોડ પણ નવા બની રહ્યા છે. દરમિયાન મુંબઈમાં ઘાટકોપર (Ghatkopar) સબર્બન સ્ટેશનની સામે હિન્દુ મહાસભા હોસ્પિટલ (Hindu Mahasabha Hospital) ની ઇમારત તોડી પાડવામાં આવી હતી. આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો

આ ૩૨ સેકન્ડના વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઉચી ઈમારત એકાએક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પ્લોટ પર નવી બહુમાળી માળખું બાંધવામાં આવનાર છે. જોકે આ વાતની હજી સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : Kanheri Caves : ભારે વરસાદના પગલે મુંબઈની કાન્હેરી ગુફાઓ માં સર્જાયો અદભુત નજારો, જુઓ મનમોહક વિડીયો..

જૂની ઈમારતોનું સર્વેક્ષણ

ઉલ્લેખનીય છે કે ચોમાસામાં જોખમકારક ઈમારત ધસી પડવાનો ડર હોય છે. તેથી દર વર્ષે મહાપાલિકા તરફથી આવી ઈમારતોનું ચોમાસા પહેલાં સર્વેક્ષણ કરવામાં આવે છે. એમાં ઈમારતના બાંધકામની સ્થિતિ જોઈને સી-1, સી-2 અને સી-3 એમ વર્ગ કરવામાં આવે છે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version