ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 સપ્ટેમ્બર 2020
કોરોના સામે લડવામાં નિષ્ફળ ગયેલી મુંબઈ મહાનગરપાલિકા હવે રઘવાઈ થઈ ગઈ હોય તેવું લાગે છે. મહાનગરપાલિકા એક તરફ લોકોને હરવા-ફરવા તેમ જ કામ ધંધા કરવા માટે છૂટછાટ આપી રહી છે ત્યારે હાઉસિંગ સોસાયટી પર કડક પ્રતિબંધો લાવી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં જાહેર કરેલા પરિપત્ર મુજબ જે હાઉસિંગ સોસાયટીમાં ૧૦થી વધુ કોરોના ના કેસ સાંપડશે એ આખી હાઉસિંગ સોસાયટી ને સીલ કરવામાં આવશે. મહાનગરપાલિકાના આ અજબ ફતવા ને કારણે હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ ડરી ગયા છે. લોકોની ઓફિસ ખુલી ગઈ હોવાને કારણે તેમજ પરિવહન માટે છૂટછાટ મળી ગઈ હોવાથી લોકો હવે મુક્ત પણે બહાર જઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કઇ વ્યક્તિને કયા વિસ્તારમાં કોરોના લાગુ પડ્યો તે જાણવું કઠણ છે.
આને કહેવાય પાડાના વાંકે પખાલીને ડામ….