Site icon

Mumbai Bullet Train: બુલેટ ટ્રેનને કારણે મુંબઈનો વિકાસ ઝડપી થશે…એમ.એમ.આર રિઝનના આ સ્ટેશન પાસે ટાઉનશીપ બનવાની શક્યતા.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

Mumbai Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને એનું એક સ્ટેશન વિરારમાં બનાવવામાં આવી રહ્યું છે. જોકે હવે આ ટ્રેન માટે પ્રવાસીઓને કેવી રીતે લાવવા એ પ્રશ્ન ઊભો થયો છે. આ માટે બુલેટ ટ્રેનના વિરાર સ્ટેશન વિસ્તારને ડેવલપ કરીને ટાઉનશિપ બનાવવાનો નિર્ણય લેવાયો છે…

Mumbai Bullet Train The development of Mumbai will be accelerated due to the bullet train... There is a possibility of building a township near this station in the MMR zone.

Mumbai Bullet Train The development of Mumbai will be accelerated due to the bullet train... There is a possibility of building a township near this station in the MMR zone.

News Continuous Bureau | Mumbai

Mumbai Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ( Mumbai- Ahmedabad Bullet Train ) ના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને એનું એક સ્ટેશન વિરાર ( Virar ) માં બનાવવામાં આવી રહ્યું છે. જોકે હવે આ ટ્રેન માટે પ્રવાસીઓને કેવી રીતે લાવવા એ પ્રશ્ન ઊભો થયો છે. ફક્ત આ ટ્રેન શરૂ કરીને કોઈ ઉપયોગ નથી, પરંતુ પ્રવાસીઓને ટ્રેનમાં આવવા-જવા માટે સરળતા રહે એ જરૂરી છે. આ માટે બુલેટ ટ્રેનના વિરાર સ્ટેશન વિસ્તારને ડેવલપ કરીને ટાઉનશિપ ( Township ) બનાવવાનો નિર્ણય લેવાયો છે. એ માટે ચાર સભ્યોની કમિટી પણ તૈયાર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર ( Maharashtra ) અને ગુજરાત ( Gujarat ) એમ બે રાજ્યોને જોડતી બુલેટ ટ્રેન કેન્દ્ર સરકાર ( central government ) દ્વારા હાથ ધરવામાં આવેલો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે વસઈ તાલુકાનાં ૨૧ ગામ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ વિસ્તારનાં ૧૪ ગામમાંથી પસાર થશે. વસઈથી એની કુલ લંબાઈ ૨૬.૫ કિલોમીટર છે. આ બુલેટ ટ્રેન માટે રાજ્યમાં કુલ ચાર સ્ટેશન છે. એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઇસરનો સમાવેશ થાય છે. વિરારમાં બુલેટ સ્ટેશન નાલાસોપારા-ઈસ્ટમાં પેલ્હારના વાલાઈપાડા ખાતે તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, આ સ્ટેશન સુધી પહોંચવા માટે બે રસ્તા બનાવવામાં આવશે.

પહેલી બુલેટ ટ્રેન ૨૦૩૦ સુધીમાં દોડશે, પરંતુ આ ટ્રેન માટે પ્રવાસીઓ કેવી રીતે આવશે એ પ્રશ્ન ઊભો થયો છે. આ ટ્રેન માટે પ્રવાસીઓને આકર્ષવા કેવી ઉપાયયોજના કરવી એની ચર્ચા કરવા માટે જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી ( JAYKA )ના ડિરેક્ટર વાકાબાયાસી ( Wakabayashi ) એ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. ચર્ચાનો મુખ્ય મુદ્દો ટ્રેન માટે મુસાફરોને આકર્ષવા કયાં પગલાં લેવાં એ હતો. તેમણે મહાનગરપાલિકાના નગર રચના વિભાગના વાય. એસ. રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને ચર્ચા કરવાની સાથે રેલવે સ્ટેશનના પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Politics: દુકાનના પાટિયા ઉપર કાળી મેશ લગાડી છે..તો ખબરદાર છે, મહારાષ્ટ્રના મંત્રી દુકાનદારોની વહારે.. જાણો વિગતે..

 આ બુલેટ ટ્રેનનો રૂટ પાલઘર જિલ્લાનાં ૭૩ ગામમાંથી પસાર થશે…

રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વિશે વાય. એસ. રેડ્ડીએ માહિતી આપી હતી કે ‘આ ઉપરાંત વિસ્તારના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા ટાઉનશિપ તૈયાર કરવામાં આવશે. આ સ્થળે પર્યટન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ હબ પણ વિકસાવવામાં આવશે. આ માટે વિવિધ ભાગમાંથી ચાર સભ્યોની કમિટી તૈયાર કરવામાં આ‍વી છે.’

નાલાસોપારાના વાલાઈપાડામાં બુલેટ સ્ટેશન બનાવવામાં આવશે. આ બુલેટ સ્ટેશને વહેલી તકે પહોંચવા માટે મહાનગરપાલિકાએ બે નવા રૂટ પ્રસ્તાવિત કર્યા છે. આ રસ્તાઓ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે દ્વારા વિકસાવવામાં આવશે અને એનું કામ શરૂ થઈ ગયું છે. નાલાસોપારાથી એક રસ્તો અને વિરારથી બીજો રોડ બનાવવામાં આવશે. એને કારણે નાલાસોપારાથી ૩.૪ કિલોમીટર અને વિરારથી ૫.૨ કિલોમીટરના અંતરે બુલેટ સ્ટેશન પહોંચી શકાય છે. એથી બુલેટ સ્ટેશન ૨૦થી ૨૫ મિનિટમાં પહોંચી શકાય છે.

આ બુલેટ ટ્રેનનો રૂટ પાલઘર જિલ્લાનાં ૭૩ ગામમાંથી પસાર થશે. જેમાં વસઈ-વિરારનાં ૨૧ ગામનો સમાવેશ કરવામાં આવશે. એમાં વિરારનાં કોપરી, ચંદનસર, નાલાસોપારાના બિલાલપાડા, મોરે, પોમણ, મોરી, બાપાણે, સસૂનવઘર, નાગલે, સારજા મોરી, નારિંગી, જુલી બેટ જેવાં કુલ ૨૧ ગામ આવેલાં છે. મુંબઈ અને વડોદરા બે શહેર વચ્ચે કુલ ૧૭ સ્ટેશન છે અને મહારાષ્ટ્રમાંથી કુલ ચાર સ્ટૉપ છે. એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઇસર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે પાલઘર જિલ્લામાં ૭૦.૫ હેક્ટર જમીન મેળવવામાં આવી છે. ૧૦૦ ટકા જમીન મેળવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ખાનગી ક્ષેત્રની ૫૨.૭ હેક્ટર, જેમાં ૭.૪ હેક્ટર જંગલ વિસ્તાર અને ૪.૩ હેક્ટર સરકારી જમીનનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચોઃ Ceiling Fan Rules: પંખો ખરીદતા પહેલા વાંચો આ સમાચાર, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ… જાણો શું છે આ નવા નિયમો.

Malad Acid Attack: મલાડ એસિડ એટેક: માત્ર ₹૬૦૦ ના વિવાદમાં ખેલાયો લોહિયાળ ખેલ; ૮ લોકો ગંભીર રીતે દાઝ્યા
Mumbai Traffic Police:મુંબઈ પોલીસની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જિકલ સ્ટ્રાઈક: ખાનગી ગાડીઓ પરની ૮૦ ગેરકાયદે લાઈટ્સ અને સાઈરન જપ્ત
Raheja Hospital Accident:રહેજા હોસ્પિટલ પાસે ભયાનક અકસ્માત: ડમ્પરની ટક્કરે ગારમેન્ટ શોપના કર્મચારીનો જીવ લીધો, ચાલકની ધરપકડ
Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!
Exit mobile version