Site icon News Continuous Bureau | Mumbai

Mumbai CA Suicide પત્નીના કથિત પ્રેમસંબંધની શંકામાં મુંબઈના CA નો આપઘાત લોકલ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું, પત્ની અને મિત્ર સામે કેસ દાખલ!

Mumbai CA Suicide Over Wife Suspected Affair ગોરેગાંવ અને રામ મંદિર સ્ટેશન વચ્ચે બની દર્દનાક ઘટના; આપઘાત પહેલાં બહેન અને મિત્રને વોટ્સએપ પર દર્દ વ્યક્ત કર્યો, બોરીવલી GRP એ તપાસ તેજ કરી

Mumbai CA Suicide  પત્નીના કથિત પ્રેમસંબંધની શંકામાં મુંબઈના CA નો આપઘાત લોકલ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું, પત્ની અને મિત્ર સામે કેસ દાખલ!

Mumbai CA Suicide પત્નીના કથિત પ્રેમસંબંધની શંકામાં મુંબઈના CA નો આપઘાત લોકલ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું, પત્ની અને મિત્ર સામે કેસ દાખલ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai CA Suicide મુંબઈના બાંદ્રાકુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે પ્રતિષ્ઠિત કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય યુવકે ગોરેગાંવ અને રામ મંદિર રેલવે સ્ટેશન વચ્ચે પૂરપાટ ઝડપે આવી રહેલી લોકલ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પત્નીના કથિત આડાસંબંધોની શંકા અને તેના લીધે સતત થતા પારિવારિક વિવાદથી યુવક ગંભીર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. મૃતક યુવકના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) એ મૃતકની પત્ની અને તેના કથિત મિત્ર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (Abetment to Suicide) નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai CA Suicide – લગ્નજીવનમાં કલહ અને અસહ્ય માનસિક ત્રાસને પગલે આત્યંતિક પગલું

પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, ગોરેગાંવ (પશ્ચિમ) વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન ડિસેમ્બર ૨૦૧૫ માં પુણેની યુવતી સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે પારિવારિક કંકાસ અને પત્નીના અન્ય યુવક સાથેના કથિત સંબંધોને લઈને વારંવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ વિવાદને પગલે યુવક ઊંડા ડિપ્રેશનમાં આવી ગયો હતો. ઘટનાના દિવસે સવારે યુવક ઘરેથી ઓફિસ જવા નીકળ્યો હતો, પરંતુ બપોરે આશરે ૧ વાગ્યાની આસપાસ તેણે રેલવે ટ્રેક પર પહોંચી સામેથી આવતી લોકલ ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Mumbai CA Suicide – આપઘાત પહેલાં વોટ્સએપ મેસેજ મોકલીને માનસિક વ્યથા વ્યક્ત કરી

રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આપઘાતનું અંતિમ પગલું ભરતાં પહેલાં મૃતક સીએ યુવકે પોતાની સગી બહેન અને અંગત મિત્રને વોટ્સએપ (WhatsApp) પર વિગતવાર મેસેજ મોકલ્યા હતા. આ મેસેજમાં તેણે પોતાની પત્નીના એક યુવક સાથેના કથિત પ્રેમસંબંધો, તેના કારણે ઘરમાં થતો કલેશ અને તેને આપવામાં આવતા અસહ્ય માનસિક ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સંદેશાઓ સામે આવતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે આ કટોકટી માટે પત્ની અને તેના કથિત સાથીદારને સીધા જવાબદાર ગણાવ્યા હતા.

Mumbai CA Suicide – પોલીસે ડિજિટલ પુરાવા કબ્જે કરી કાનૂની સકંજો કસ્યો

આ હૃદયદ્રાવક ઘટના સંદર્ભે બોરીવલી રેલવે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ મૃતકની પત્ની તેમજ તેના કથિત મિત્ર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ આગળ ધપાવી છે. પોલીસે મૃતકનો સ્માર્ટફોન જપ્ત કરી લીધો છે અને વોટ્સએપ ચેટ્સ, કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR) તેમજ અન્ય ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુરાવાઓની ચકાસણી પૂર્ણ થયા બાદ સંબંધિત આરોપીઓની ધરપકડ સહિતનાં કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Colaba Tragic Bike Accident મુંબઈના કોલાબામાં ગમખ્વાર માર્ગ અકસ્માત બાઇક કમ્પાઉન્ડ વોલ સાથે જોરદાર અથડાતાં બે સગા ભાઈઓનાં કરુણ મોત!

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version