Site icon

રવિવારે બહાર ફરવા જવાના છો- તો વાંચો આ સમાચાર – રેલવેએ આ લાઈન પર રાખ્યો છે પાંચ કલાકનો મેગા બ્લોક

News Continuous Bureau | Mumbai

જો તમે રવિવારે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારી માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય માટે મધ્ય રેલવે આવતીકાલે એટલે કે રવિવાર, 25મી સપ્ટેમ્બર 2022ના રોજ મેગા બ્લોકનું સંચાલન કરશે.  

Join Our WhatsApp Community

મધ્ય રેલવે લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી માટુંગા-થાણે સ્લો લાઇન પર મેગા બ્લોક રહેશે. આ બ્લોક સમયગાળા દરમિયાન સવારે 10.14 થી બપોરે 3.18 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી ઉપડનારી સ્લો ટ્રેનને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો માટુંગા અને થાણે સ્ટેશનો વચ્ચે સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને થાણે સ્ટેશનો પર થોભશે.

આ સમાચાર પણ વાંચો : તમારી પાસે લોકલનો ફર્સ્ટ કલાસનો પાસ છે- આ પાસ પર એસી લોકલમાં પ્રવાસ કરવો છે- તો કરો આ કામ

કલ્યાણથી સવારે 10.25 થી બપોરે 3.10 વાગ્યા સુધી ઉપડતી સ્લો લાઇનની ટ્રેનોને થાણે અને માટુંગા વચ્ચે ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો થાણે, મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશન પર ઉભી રહેશે. આગળ સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.

CSMT થી સવારે 11.00 થી સવારે 5.00 ની વચ્ચે ઉપડતી/આવનારી તમામ અપ અને ડાઉન લોકલ નિર્ધારીત સમય કરતાં 15 મિનિટ મોડી દોડશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી પ્રભાવિત થશે. 

આ સમાચાર પણ વાંચો : ટાટા-બાય-બાય- આવજો- મહારાષ્ટ્રમાં આગામી મહિનાની આ તારીખથી ચોમાસું લેશે સત્તાવાર વિદાય- હવામાન ખાતાએ કરી આગાહી

ડાઉન હાર્બર રૂટની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલાથી વાશી/બેલાપુર/પનવેલ માટે સવારે 11.16 થી સાંજના 4.47 સુધી અને બાંદ્રા/ગોરેગાંવથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ સુધી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી બંધ રહેશે.

જો કે, હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધીના બ્લોક સમયગાળા દરમિયાન મેઇન લાઇન અને પશ્ચિમ રેલ્વે પર મુસાફરી કરવાની છૂટ છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પુણે શહેરમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્શ્યો- લાગ્યા પાકિસ્તાન જિંદાબાદ ના નારા- જુઓ વિડીયો 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version