Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે- મુંબઈના ‘આ’ રેલવે લાઇન પર આવતીકાલથી રહેશે 3 દિવસનો વિશેષ ટ્રાફિક બ્લોક- આ રૂટની ટ્રેનોને થશે અસર

News Continuous Bureau | Mumbai 

મુંબઈના લોકલ(Mumbai Local Train) મુસાફરો માટે આ મહત્વના સમાચાર છે. જો તમે સાનપાડા(Sanpada), જુઇનગર(Juinagar)થી તુર્ભે(Turbhe) સુધી મુસાફરી કરી રહ્યા હોવ તો આ સમાચાર વાંચો.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવે(Central Railway)ના મુંબઈ વિભાગ દ્વારા 800 એમટી રોડ ક્રેનનો ઉપયોગ કરીને રોડ ઓવર બ્રિજને પહોળો કરવા સહિતના વિવિધ માળખાકીય કાર્યો કરવામાં આવનાર છે. આ માટે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ સાનપાડા, જુઇનગર અને તુર્ભે વચ્ચે ખાસ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે અને નેરુલ/વાશી-કોપર ખૈરાણે ડિવિઝનમાં 10મી જૂન, 11મી જૂન અને 12મી જૂન વચ્ચે રાતે 11.30 વાગ્યાથી સવારે 6.30 વાગ્યા સુધી આ કામ હાથ ધરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

આ સમયગાળા દરમિયાન વાશી/નેરુલ/પનવેલથી થાણે સ્ટેશનથી 11.09 વાગ્યાથી સવારે 5.53 વાગ્યા સુધી ઉપડતી ટ્રાન્સહાર્બર ડાઉન રૂટ સેવા અને વાશી/નેરુલ/પનવેલથી થાણે જતી અપ ટ્રાન્સહાર્બર સેવા બપોરે 11.09 વાગ્યાથી સવારે 6.02 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. આથી જો તમે આ ત્રણ દિવસમાં આ રૂટ પર જવાના હોવ તો વૈકલ્પિક માર્ગ અપનાવો, નહીં તો યોગ્ય આયોજન કરીને બહાર નીકળો.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version