Site icon

Mumbai: મુંબઈ લોકલની આ લાઈનની સેવા ખોરવાઈ.. લોકલ સેવા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી. .. જાણો વિગતે..

Mumbai: આજે સવારે આઠ વાગ્યાની આસપાસ ટેકનિકલ ખામી સર્જાતા મધ્ય રેલવેની પરિવહન વ્યવસ્થા મોટા પાયે ખોરવાઈ ગઈ છે. સવારે કર્જત અને બદલાપુર વચ્ચે ચાલતી લોકલ સેવા ખોરવાઈ ગઈ છે.

Mumbai Central Railway traffic disrupted, overhead wire broken, local service affected.. know more..

Mumbai Central Railway traffic disrupted, overhead wire broken, local service affected.. know more..

News Continuous Bureau | Mumbai 

Mumbai: આજે સવારે આઠ વાગ્યાની આસપાસ ટેકનિકલ ખામી ( Technical defect ) સર્જાતા મધ્ય રેલવેની ( Central Railway ) પરિવહન વ્યવસ્થા ( Transport system ) મોટા પાયે ખોરવાઈ ગઈ છે. સવારે કર્જત અને બદલાપુર વચ્ચે ચાલતી લોકલ સેવા ( Local service ) ખોરવાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

દરમિયાન આ મામલે રેલ્વેના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના 8 વાગ્યાના સુમારે કર્જતથી બદલાપુર અને વાંગણી વચ્ચે ઓવરહેડ વાયર તૂટી પડતાં લોકલ સેવા ( Local Train ) ખોરવાઈ છે.દરમિયાન આ મામલે રેલ્વે સ્ટાફે ઓવરહેડ વાયર રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ટૂંક સમયમાં આ કામ પૂર્ણ કરી લોકલ સેવા પૂર્વવત થઈ જશે તેવું કહેવાય છે. પરંતુ તેના કારણે લોકલ સેવાને અસર થઈ છે અને ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  Aadhar Card: આધાર અપડેટ કરતા સમયે આ દસ્તાવેજો છે જરૂરી! જાણો તેની સંપૂર્ણ યાદી

 રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમારકામ ચાલુ છે

કર્જત અને બદલાપુર વચ્ચે ટેકનિકલ ખામીના કારણે બદલાપુરથી મુંબઈ લોકલ સેવા પણ મોડી પડી રહી છે. મુંબઈથી કર્જત તરફ આવતી લોકલ ટ્રેન માત્ર બદલાપુર સુધી જ ચાલે છે.

રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમારકામ ચાલુ છે. હાલમાં એવી માહિતી મળી રહી છે કે સમારકામ બાદ ટૂંક સમયમાં લોકલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
Exit mobile version